મેરાન્યૂઝ.લાસ વેગસઃ અમેરિકાના લાસ વેગસના એક કસીનોમાં મ્યૂઝિક કોન્સર્ટ દરમ્યાન અજાણ્યા શખ્સોએ આંધળો ગોળીબાર કર્યો હતો. જેમાં 50 જેટલા લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

એક હુમલાખોરને ઠાર કરી દેવાયો છે જ્યારે અન્ય હુમલાખોરોની તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર ઠાર કરાયેલો હુમલાખોર સ્થાનીક નિવાસી હતી. કહેવાઈ રહ્યું છે કે, બેથી ત્રણ હુમલાવર કસીનોમાં ઘુસ્યા અને તેમણે 32મા માળથી ફાયરિંગની શરૂઆત કરી અને તેના કારણે દોડધામ મચી ગઈ હતી. કસીનોના ફૂટેજમાં લોકો આમતેમ દોડતા નજરે પડ્યા છે. સોશ્યલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાયરલ થઈ ગયા છે જે અહીં દર્શાવાયો છે. કેટલાક દ્રશ્યોમાં ગોળીઓનો અવાજ પણ સાંભળી શકાય છે. હોસ્પિટલના સુત્રોના જણાવ્યા અનુસાર  14 જેટલા લોકોની હાલત ગંભીર બતાવાઈ રહી છે.