મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: જસદણની પેટાચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે અને બંને પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે શનિવારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા ‘ભાજપના જસદણમાં ડંકા વાગશે’ ગીત પર ડી.જે.ના તાલે નાચી પ્રચાર માટે નિકળ્યા હતા. જેમાં બાવળીયા-બોધરા, મોહન કુંડારિયા અને ધનસુખ ભંડેરી સહિતના ભાજપ અગ્રણીઓ ડી.જે. ના તાલે રીતસરના ઝૂમી ઉઠ્યા હતા. લોકસંપર્ક દરમિયાન ભાજપના નેતાઓએ કરેલો આ ડાન્સ હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ વીડિયો અહીં પ્રસ્તુત છે.