મેરાન્યૂઝ નેટવર્ક.ગોયાંગઃ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ-ઈનના ચહેરા પર સ્મીત અને હાથ મિલાવતા બંને દ્વિકલ્પ દેશોને વહેંચવા વાળી સૈન્ય સીમા રેખા પર મુલાકાત કરી હતી. આગંતુકોએ સ્થળ પર પહોંચતા પહેલા મૂનએ કીમને કહ્યું, હું તમને મળીને ખુશ છું. કોરિયા યુદ્ધના નજીક 65 વર્ષ બાદ દક્ષિણ કોરિયાની ભૂમિ પર પગ રાખનાર કિમ પહેલા ઉત્તર કોરિયાઈ શાસક છે. શિખર સમ્મેલન માટે પનમુંજમના યુદ્ધવિરામ સંધીના આધીન આવનારા ગામના દક્ષિણી કિનારા પર સ્થિત પીસ હાઉસ બિલ્ડીંગમાં દાખલ થતા પહેલા કિમના આમંત્રણ પર બંને નેતા એક સાથે ઉત્તર કોરિયામાં દાખલ થયા હતા.

બેઠકની શરૂઆત થયા બાદ મૂનને કહ્યું, હું અહીં એક નવા ઈતિહાસના પ્રારંભિક સંદેશ આપવાના દ્રઢ સંકલ્પ સાથે આવ્યો છું. ઉત્તર કોરિયાના પરમામુ કાર્યક્રમ બંને નેતાઓ વચ્ચે બેઠકનો મુખ્ય એજંડા છે. મૂનએ કહ્યું કે તેમને આશા છે કે તે એક એવી સમજુતી કરી શકશે જે કોરિયાની જનતા અને શાંતિ ચાહનાર તમામ લોકો માટે મોટી ભેટ હશે.

કિમ સાથે તેમની બહેન અને સલાહકાર કિમ યો જોંગ અને આંતર-કોરિયાઈ સબંધોના ઉત્તર કોરિયાના પ્રમુખ તથા મૂન સાથે તેમના ગુપ્ત પ્રમુખ અને ચીફ ઓફ સ્ટાફ હાજર રહ્યા હતા. ઉત્તર કોરિયાના અધિકારિક સમાચાર એજન્સી કેસીએનએએ કહ્યું કે કિમ આંતર કોરિયાઈ સંબંધોને સુધારવા માટે કોરિયાઈ પ્રાયદ્વીપમાં શાંતિ, સમૃદ્ધી અને એકીકરણ સ્થાપિત કરવા માટે તમામ સમયે ખુલા દિલથી વાતચીત કરશે.