મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે પોતાના પુત્રની કંપની પર લાગેલા આરોપો અંગે પોતાનું મૌન તોડ્યું હતું. તેમણે એક ટીવી ચેનલને જવાબ આપતા આ અંગે વાત કરી હતી.

અમિત શાહે કહ્યું કે, જયની કંપનીએ સરકાર સાથે કોઈ બિઝનેશ કર્યો નથી, કોઈ સરકારી જમીન લીધી નથી કે કોઈ કોન્ટ્રાક્ટ લીધો નથી. આ કોઈ પ્રકારના ભ્રષ્ટાચારનો મુદ્દો જ નથી. જો કોંગ્રેસ પાસે કોઈ પુરાવાઓ હોય તો તે કોર્ટમાં રજુ કરે....

અત્યાર સુધી આઝાદીને 70 વર્ષમાં કોંગ્રેસ પર ભ્રષ્ટાચારના ઘણા આરોપો લાગ્યા છે, ક્યારેય તેમણે માનહાનીનો કેસ દાખલ કર્યો ખરા? મારા પુત્રએ કોર્ટમાં જઈને રૂ. 100 કરોડની માનહાનીનો કેસ દાખલ કર્યો છે અને સમગ્ર મુદ્દાની તપાસ કરવાની પોતે જ માગણી કરી છે. કોંગ્રેસ પર કેટલા આરોપો લાગ્યા, તેમમે કેટલા પર કેસ કર્યો? તેમની પાસે પુરાવા હોય તો આપો.

કોંગ્રેસના ઘણા નેતાઓ છે જેમના પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. કેટલાક નેતાઓની સામે તો કોર્ટમાં કેસ પણ ચાલે છે. કોંગ્રેસ આવા નેતાઓની સામે કાર્યવાહી કરવાને બદલે ભાજપ પર ખોટા આરોપો લગાવી રહ્યું છે.