મેરાન્યૂઝ નેટવર્ક.દુબઈઃ ભારતના લોકેશ રાહુલ ઈંગલેન્ડ સામે ત્રણ મેચોની ટી20 સીરીઝના પહેલા મેચમાં પોતાની સદીને કારણે ટી20 રેન્કીંગમાં ત્રીજા સ્થાન પર પહોંચ્યો હતો. જ્યારે ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી ટોપ10થી બહાર નીકળી ગયો છે. ભારતે ઈંગલેન્ડથી ત્રણ મેચોની સીરીઝ 2-1થી જીતી જે તેની સતત પાંચમી ટી20  સીરીઝ જીતી હતી. રાહુલ પહેલા મેચમાં સદી બાદ 854 અંકોની સર્વશ્રેષ્ઠ રેટિંગ પર પહોંચી ગયો હતો. જોકે બીજી મેચોમાં સસ્તામાં આઉટ થવાને કારણે તેના અંગ 812 અંક થઈ ગઈ હતી. રાહુલે ચાર સ્થાનના સુધારા કરાયા પછી તે સાતમાથી ત્રીજા નંબર પર આવીને ભારતના નંબર એક ટી20 બેટ્સમેન બની ગયો છે.

વિરાટએ સીરીઝના અંતિમ બે મેચોમાં સારું પ્રદર્શન કર્યું પણ તે બે મેચોમાં જ અર્ધ સદી સુધી પણ પહોંચી ન શક્યો. તેને બે સ્થાનનું નુકસાન થયું અને તે 12મા નંબર પર આવી પહોંચ્યો હતો. અંતિમ મેચમાં વિજય બાદ 100 રન બનાવનાર રોહિત શર્મા સંયુક્ત 12માથી 11મા સ્થાન પર પહોંચી ગયો છે. ઓપનર શિખર ધવન સતત ખરાબ પ્રદર્શનને કારણે સાત ક્રમ ઓછા થતાં તે 16માથી 23મા નંબર પર પહોંચી ગયો છે. પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોન એક સ્થાનનો સુધારો કર્યો છે. તે 51મા નંબર પર આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાના આરોન ફિંચે જિમ્બામ્બવેમાં ત્રિકોણીય સીરીઝમાં 900ની રેટીંગનો આંકડો પાર કરી લીધો છે.

ઓસ્ટ્રેલિયાનો એન્ડ્ર્યૂ ટાઈ 41 ક્રમની ઉછાળ સાથે સીધો 7મા નંબર પર પહોંચી ગયો છે. જ્યારે ઈંગલેન્ડનો આદીલ રશિદ ચાર ક્રમ સુધરતાં નવમા નંબર પર આવી ગયો છે. ભારતીય બોલર્સમાં સ્પિનર યુજવેંદ્ર ચહલ ચોથા નંબર પર કાયમ છે અને બાકીના બોલર્સ પણ પોતાના સ્થાન પર કાયમ છે. અંતમ મેચમાં ચાર વિકેટ લેનાર હાર્દિક પંડ્યા ત્રણ ક્રમ આગળ વધતાં 29મા નંબર પર છે. પંડ્યાના 540 રેટિંગ અંક છે અને તે પોતાની સર્વશ્રેષ્ઠ 545ની રેન્કીંગની નજીક છે. ટી 20 ઓલરાઉન્ડર્સની રેટિંગમાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ શિખર પર છે પણ આ વિભાગમાં કોઈ ભારતીય ખેલાડી શામેલ નથી.