મેરાન્યૂઝ નેટવર્ક, પ્યોંગયાંગ: વર્ષ 2017માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિંમ જોંગે એકબીજાને નષ્ટ કરવાની ધમકી આપી. નવા વર્ષની શરુઆતમાં પણ ઉત્તર કોરિયાને સંબોધિત કરતા કિમ જોંગે કહ્યું હતું કે અમે અમેરિકાના કોઈપણ ભાગને નિશાન બનાવી શકીએ છીએ. સમગ્ર અમેરિકામાં અમારા પરમાણુ હથિયારો હુમલો કરવામાં સક્ષમ છે અને ન્યૂક્લિયર બટન હંમેશા મારા ડેસ્ક પર હોય છે. આ ધમકી નથી પરંતુ સત્ય છે. અમેરિકા હવે ઉત્તર કોરિયા વિરૂદ્ધ ક્યારેય યુદ્ધ નહીં કરી શકે. અમે અમેરિકાના કોઈપણ ભાગ પર પરમાણુ હુમલો કરી શકીએ તેટલી ક્ષમતા વિકસિત કરી લીધી છે.

આ દરમિયાન કિમ જોંગે કહ્યું કે દક્ષિણ કોરિયા સાથે વાતચીતના રસ્તા ખુલ્લા છે અને અમે આ મુદ્દે તણાવ ઓછો કરવા ઇચ્છુક છીએ. દક્ષિણ કોરિયામાં આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર વિંટર ઓલિમ્પિક્સમાં ઉત્તર કોરિયાના ખેલાડીઓને મોકલવા પર કિમ જોંગે કહ્યું કે આ મુદ્દે બંને દેશના અધિકારીઓ ટૂંક સમયમાં મુલાકાત અને આશા છે કે આ આયોજન સફળ થશે. વિંટર ઓલિમ્પિક કોરિયન દેશની સ્થિતિને પ્રદર્શિત કરવાનો સારો મોકો છે. ઉત્તર કોરિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ ત્યારે જ કરશે જ્યારે તેમની સુરક્ષાને જોખમ હશે.