ગુજરાતના રાજકારણને સમજવુ હોય તો સાપ સીડીની રમતા ગુજરાતના રાજકારણીની ચાલ સમજવી પડે, ગાંધી અને સરદારની દુહાઈ આપતા ગુજરાતના નેતાઓ સત્તાની સાઠમારી માટે કઈ કક્ષાની રમત રમે છે તે સમજવા માટે તમારે પ્રશાંત દયાળ લિખિત ખજુરાહો વાંચવી અનિવાર્ય છે, ગુજરાતમાં ભાજપને પહેલી વખત 1995માં સત્તા મળી ત્યાર બાદ ભાજપની અંદર થયેલી સત્તાની રસ્સા ખેંચ કોઈ ફિલ્મના પ્લોટને ટક્કર મારે તેવી છે. અગાઉ meranews.com ઉપર જ ખજુરાહો પ્રસિધ્ધ થઈ હતી, પરંતુ અનેક વાંચકો તરફથી વિનંતી હતી કે ફરી એક વખત ખજુરાહો મુકવામાં આવે તેથી અમે તા 19 માર્ચ મંગળવારના રોજથી ગુજરાતના રાજકારણ અને રાજકારણીઓને સમજવા માગતા વાંચકો માટે ખજુરાહો ફરી રજુ કરી રહ્યા છે.