મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર:  આવનાર 20 થી 22 ડિસેમ્બરે યોજાનાર નેશનલ ઓલ ઇન્ડિયા DGP   કોન્ફરન્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં યોજાશે.  જ્યાં કેવડીયામાં PM મોદીએ ગત 31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું રાષ્ટ્રાપર્ણ કર્યું હતું.   

કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાતે યોજાનાર આ કોન્ફરન્સ સાથે દેશની સુરક્ષા પાંખના ત્રણેય દળોના મુખ્ય આધિકારીઓ,દેશના તમામ રાજ્યોના ગૃહ પ્રધાનો અને ડીજીપી,  સાથે આઈબી,સીઆઇડી,સીબીઆઈ અને એટીએસ સહીતની તમામ સરકારની સુરક્ષા એજન્સીઓના વડાઓ પણ હાજર રહેશે. ત્યારે દેશના 125 કરોડ લોકોની સુરક્ષા કરતા સુરક્ષા વિભાગના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓની સુરક્ષા કરવી પણ એટલી જ જરૂરી છે. આ તમામ જવાબદારીઓ રેન્જ આઇજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના સંભાળી રહ્યા છે અને તેમણે માઈક્રોપ્લાનિંગ કરીને સમગ્ર સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવી છે. આ માટે રાજ્યનું ગૃહવિભાગ પણ સજ્જ બની તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.

માત્ર દોઢ મહિનામાં વડાપ્રધાન નરેદ્ર મોદી ગુજરાતના કેવડિયામાં ફરી આવતા હોય સાથે  21 અને 22  એમ બે દિવસ રોકવાના હોય જેમને લઈને સુરક્ષા માટે પણ પોલીસની જવાબદારી વધી છે. આખી DG કોન્ફરન્સ ટેન્ટ સીટી-2 ખાતે કરવામાં આવી છે અને રહેઠાણ અલગ અલગ જગ્યાઓ પર ગોઠવી દેવામાં આવ્યો છે. ટેન્ટસિટીમાં સૌથી સ્પેશિયલ એવા દરબારી ટેન્ટમાં આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે મીની દરબારીમાં રાજનાથસિંહ રોકાશે સાથે અન્ય ટેન્ટોમાં ગૃહપ્રધાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહેશે. જેથી આ તમામની સુરક્ષાને લઈને લગભગ 100 થી વધુ ગ્રૂપોમાં પોલીસ અધિકારીઓની નિગરાનીમાં ટીમો ફાળવી દેવામાં આવી છે. જે માટે સુરક્ષા કર્મીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે જેને કારણે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે.ગુજરાત રાજ્યાંના અન્ય જિલ્લાઓમાંથી 5000થી વધુ પોલીસ બોલાવવામાં આવી  છે અને 700 થી 800 પોલીસની ગાડીઓનો કાફલો કેવડીયામાં ખડકી દેવાયો છે.ડિજી કોન્ફ્રાન્સની સુરક્ષા માટેનું રીઅર્સલ પણ કેવડીયામાં કરવામાં આવ્યું હતું.