મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલી: પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇના ભાણેજનો હત્યારો છેક 4 વર્ષ બાદ મધ્યપ્રદેશથી ઝડપાયો છે. એલસીબીએ મધ્યપ્રદેશથી હત્યાના આરોપી રાજેનસિંહ જુવાનસિંહ મેડાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વડિયા તાલુકાના કુંકાવાવમાં ચાર વર્ષ પહેલા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના સાળાના પુત્ર (ભાણેજ) પ્રકાશભાઇ આસોદરીયાની હત્યા થઇ હતી. 

એલસીબીએ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આંબવા ગામેથી રાજેનસિંહને ઝડપી પાડ્યો હતો. અને હત્યા શા માટે કરવામાં આવી હતી. તે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વડિયા તાલુકાના કુકાવાવ ખાતેના વાડી વિસ્તારમાં પ્રકાશભાઇની રાજેનસિંહે ગળેટૂંપો દઇ હત્યા કરી હતી. બાદમાં પૂરાવો નાશ કરવાના ઇરાદે મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હતો.