મેરાન્યૂઝ નેટવર્ક.કોચિઃ કેરળ હાઈકોર્ટે મહિલા સાથેના દુષ્કર્મ કેસના આરોપી મલંકારા સિરિયન ઓર્થોડોક્સ ચર્ચના ત્રણ પાદરિઓની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે. અબ્રાહમ વર્ગીજ ઉર્ફ સોની વર્ગીજ, જોબ મેથ્યૂ અને જેસ કે જોર્જએ કેરળ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોતાના સામે ફાઈલ કરાયેલા કેસ તુરંત બાદ અદાલતનો દરવાજો ખટખટાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચએ મલંકારા સિરિયન ઓર્થોડોક્સ ચર્ચના પાંચમાંથી ચાર પાદરિઓ સામે બળાત્કારનો કેસ ફાઈલ કર્યો હતો, જેમાંથી આ ત્રણેના નામ પણ શામેલ છે.

ન્યાયમૂર્તિ રાજા વિજયરાઘવનએ જામીન અરજીઓને ફગાવતા કહ્યું કે, આરોપીઓ સામે ગંભીર આરોપો છે. અદાલતે કહ્યું કે, જો આ દરમિયાન આગોતરા જામીન આપી દેવામાં આવે તો તેની તપાસ પર પ્રતિકૂળ અસર પડશે. તપાસ હાલ શરૂઆતી ચરણમાં છે. તે પહેલા અદાલતે પોલીસને મહિલાના પતિ દ્વારા ફાઈલ કરાયેલી દુષ્કર્મની ફરિયાદ તથા કેસ સંબંધીત અન્ય દસ્તાવેજો હાજર કરવાના આદેશ આપ્યા હતા.

જામીન અરજીઓમાં પાદરિઓએ મહિલાના શોષણ કરવાના આરોપોથી ઈનકાર કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે મહિલાનું નિવેદન નોંધ્યા બાદ આ પાદરીઓ સામે પ્રાથમિકી ફાઈલ કરી છે. આ પાદરિઓનો આરોપ છે કે રાજનૈતિક દબાણે તેમની સામે કેસ ફાઈલ થયો છે. આ મહિલાના પતિએ ગત મહિને પાંચ પાદરિઓ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે તેની પત્નીને ધાર્મિક રિવાજ અંતર્ગત ગુપ્ત સ્વીકારોક્તિનો ઉપયોગ કરાવી બ્લેકમેઈલ કરવા અને શારિરિક શોષણ કરવા કર્યું હતું.