મેરાન્યૂઝ નેટવર્ક, લંડન: હાલમાં લંડનમાં ભારતના કેરળ રાજ્યના ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે બસો પર આકર્ષક પોસ્ટર્સ લાગ્યા છે. આ પોસ્ટર્સ કેરળ સરકાર દ્વારા રાજ્યમાં વિદેશી પ્રવાસીઓ વધે તે માટે લગાવવામાં આવ્યા છે.

લંડનમાં પાંચ ડબલ ડેકર બસોમાં કેરળના પોટ્રેટ લગાવવામાં આવ્યા છે જેના પર હેસટેગ ગો કેરાળ લખવામાં આવ્યું છે. આ બસો માર્ચ મહિનાના અંત સુધી લંડનના માર્ગો પર દોડતી નજર આવશે. કેરળની નવી ટુરિઝમ પોલિસી હેઠળ પર્યટનના પ્રચાર માટે નવી માર્કેટિંગ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટુરિઝમ અધિકારીઓનું કહેવુ છે કે તેના માટે લંડનની રેડ બસોમાં પ્રથમ વખત એક્સપ્રેરિમેન્ટ કરવામાં આવ્યું જે લોકો અને યાત્રીઓનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે.

સેંટ્રલ લંડનના પાંચ ડેપોથી ચલાતી ડબલ ડેકર બસો પર કેરળના દરિયા કિનારા અને હાઉસબોટની તસવીરો લગાવવામાં આવી છે. સાથે પ્રસિદ્ધ લોકનૃત્ય કથકલીની તસવીર છે જેના પર ગો કેરળ સાથે કેરળ ટુરિઝમની ઓફિશિયલ વેબસાઇટ લખવામાં આવી છે. આ પહેલા પણ કેરળના પ્રવાસન વિભાગે યુકેના ત્રણ શહેરો લંડન, બર્મિંઘમ અને ગ્લાસગોમાં ચાલતી ટેક્સી પર કેરળનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ પ્રવાસનને પ્રોત્સાન આપવા માટે નરેન્દ્ર મોદીએ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા છે અને રાજ્યના વિવિધ ઐતિહાસિક સ્થળોની જાહેરાત કરી કુછ દિન તો ગુજારો ગુજરાત મેં કહી પ્રવાસીઓને આકર્ષિત કરવામાં આવે છે.