મેરાન્યૂઝ નેટવર્ક, શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાન વિસ્તારમાં આતંકવાદીઓ પર ભારતીય આર્મીના જવાનો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં છ આતંકવાદીઓ ગઇકાલે ઠાર મરાયા હતા. આર્મીની આ કાર્યવાહીના વિરોધમાં કેટલાક સ્થાનિકોએ આર્મીના જવાનોને લઇ જઇ રહેલ કાફલા પર કાપરાન બાટાગુંડ વિસ્તારમાં જોરદાર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈએ અનુભવાશે કે આપણા દેશના આર્મીના જવાનો કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાનો જીવ હાથમાં લઇને દેશની સુરક્ષા કરી રહ્યા છે. સમગ્ર ઘટનાનો વીડિયો અહીં પ્રસ્તુત છે.