મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઈડીએ આઈએએક્સ મીડિયાના મની લોન્ડ્રિંગ કેસમાં કાર્તિ ચિદંબરમને ઝડપી પાડ્યો છે. પૂર્વ મંત્રી પી ચિદંબરમના પુત્ર કાર્તિની ધરપકડ પાછળ સીબીઆઈનું તર્ક છે કે કાર્તિ તપાસમાં બિલકુલ સહયોગ નથી આપી રહ્યો. તેને ચૈન્નાઈ સ્થિત તેમના આવાસથી પકડી પડાયો છે. કાર્તિને લંડન પરત જતાં જ તેના ઘરેથી અરેસ્ટ કરી લેવાયો છે. આ કેસમાં કેટલાક દિવસ પહેલા જ તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસ. ભાસ્કર રમનની ધરપકડ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે વિદેશ નિકાશ સંવર્ધન બોર્ડ એફઆઈપીબીએ આઈએનએક્સ મીડિયાને વર્ષ 2007માં વિદેશી નાણું ભેગુ કરવાની મંજુરી આપી હતી. જે મામલામાં કાર્તિનું નામ આવ્યું હતું. તે સમયે કાર્તિના પિતા પિ.ચિદંબરમ તત્કાલીન યુપીએ સરકારના મંત્રી હતા. ઈડીએ એવો પણ દાવો કર્યો હતો કે સીએ ભાસ્કર રમને ખોટી રીતે મેળવેલી સંપત્તિના પ્રબંધનમાં કાર્તિએ મદદ કરી હતી.

આ મામલામાં ઈડીએ પ્રિવેન્સન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટના અલગ અલગ પ્રાવધાનોને અંતર્ગત કાર્તિ અને અન્ય પર ગત વર્ષે મે માં કેસ ફાઈલ કર્યો હતો. એફઆઈઆરમાં કાર્તિ પર આરોપ લગાવાયો છે કે પોતાના પિતાના કેન્દ્રીય મંત્રી રહેવા પર તેણે આઈએણએક્સ મીડિયાને એફઆઈપીબીની મંજુરી અપાવવાના બદલામાં 3.5 કરોડની રકમ લીધી હતી.