મેરાન્યૂઝ નેટવર્ક.બેંગાલુરુઃ કર્ણાટક ચૂંટણી માટે વોટિંગ પુર્ણ થયું છે અને તમામ મોટા એક્ઝિટ પોલ્સ સામે આવી રહ્યા છે. કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસને વધારો મળ્યો છે તો કેટલાકમાં ભાજપને. જોકે મોટા ભાગના એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની આશાઓ વ્યક્ત કરાઈ રહી છે. અંતિમ પરિણામ જો એક્ઝિટ પોલ્સ આવે તો કહેવાઈ શકે છે જેડીએસ કિંગમેકરની ભૂમિકા નિભાવી શકે છે.

224 સીટો વાળી કર્ણાટક વિધાનસભામાં 222 સીટો પર મતદાન થયું છે. કર્ણાટકમાં બહુમતનો આંકડો મેળવવા 113 સીટો મેળવવી પડે છે. ચાલો જાણીએ દેશના મોટા અલગ અલગ એક્ઝિટ પોલ્સનું શું કહેવું છે.

ટાઈમ્સ-નાઉ

કર્ણાટક ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ ટાઈમ્સ નાઉએ પણ કર્યા છે. ટાઈમ્સનાઉ અને વીએમઆરના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની સામે આવતી નજરે પડી છે. જોકે આ એક્ઝિટ પોલીસમાં ત્રિશંકુ વિધાનસભાની તસવીર સામે આવી રહી છે. આ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 97, ભાજપ 87, જેડીએસ પ્લસ 35 અને અન્યને 3 સીટો મળવાનું અનુમાન દર્શાવાયું છે.

એનડીટીવી

બીજી તરફ એનડીટીવીના પોલ્સમાં ભાજપને 100, કોંગ્રેસને 86, જેડીએસને 33 અને અન્યને 3 બેઠકો મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સૌથી આગળ ભાજપ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. સાથે જ આ એક્ઝિટ પોલ મુજબ જેડીએસ એક કિંગમેકરની ભૂમિકા ભજવી શકે તેમ છે.

ઈન્ડિયા ટુડે

ઈન્ડિયા ટુડે-એક્સિસ બેન્કના એક્ઝિટ પોલીસ કોંગ્રેસ માટે ખુશખબર લાવી છે. તેના એક્ઝિટ પોલ મુજબ કર્ણાટકમાં સિદ્ધાર્થમૈયાની સરકાર ફરી બની શકે છે. તેના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 106થી 118, ભાજપને 79થી 82, જેડીએસને 22થી 30 અને અન્યને 1થી 4 બેઠકો મળવાનું અનુમાન લગાવાયું છે.

ન્યૂઝ એક્સ-સીએનએક્સ

ન્યૂઝ એક્સ-સીએનએક્સના એક્ઝિટ પોલમાં ભાજપ કોંગ્રેસ પર વધારો મેળવી રહી છે. જોકે ભાજપ બહુમતથી ઘણી દુર હોવાનું તેમાં દર્શાવાયું છે. આ એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને 72થી 78, ભાજપને 102થી 110, જેડીએસને 35થી 39 અને અન્યને 3થી 5 સીટો મળવાનું અનુમાન છે. હિસાબ લગાવાય તો આમાં પણ જેડીએસ કિંગમેકરની ભૂમિકા તરફ આગળ વધતું નજર પડી રહ્યું છે.

એબીપી સી વોટર

એબીપી ન્યૂઝના સી વોટર સાથે મળીને ગણવામાં આવેલા એક્ઝિટ પોલમાં બપોર 2 કલાક સુધીના વોટિંગ દરમ્યાનના આંકડા જાહેર કરાયા હતા. તે મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરીને આશા કેળવી રહ્યું છે. એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને 89થી 99, ભાજપને 97થી 109, જેડીએસને 21થી 30 અને અન્યને 3થી 5 સીટ મળવાનું અનુમાન છે.