મેરાન્યૂઝ નેટવર્ક.કર્ણાટકઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને જદ(એસ) વચ્ચે ત્રિકોણીય જંગમાં બપોર ત્રણ વાગ્યા સુધીમાં જ 56 ટકા જેટલું મતદાન થઈ ગયું હતું. હાલમાં 5 વાગ્યા સુધીમાં 64.5 ટકા જેટલું મતદાન થઈ ચુક્યું છે. કુલ 222 સીટો માટે આજે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.

લોકોએ મોટી સંખ્યામાં મતદાન કરવામાં રૂચી દાખવી હતી. જોકે સવારે હવામાન વરસાદી બની ગયું હતું, પણ દિવસ આગળ વધતાં જ તાપમાન પણ આગળ વધ્યું હતું. અલગ અલગ કેન્દ્રોમાં વૃદ્ધથીમાંડી યુવાનોની પણ મોટી સંખ્યા મતાધિકારના ઉપયોગ કરતી નજરે પડી હતી.

ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હવમાન વિભાગે રાજ્યના ઘણા હિસ્સાઓમાં તૂફાન આવવાની આશંકાઓ વ્યક્ત કરી હતી. મતદાન શરૂ થતાં પહેલા ઘણા નેતા મંદિરમાં પૂજા-પાઠ કરતા પણ નજરે પડ્યા હતા. લગભગ ત્રણ માસ ચાલેલા ધુંઆધાર પ્રચાર બાદ કર્ણાટકાની ચૂંટણી અંતિમ મુકામ તરફ આગળ વધી રહી છે. આજે 222 સીટો માટે ચૂંટણી થઈ છે. સત્તાના ત્રણ મોટા દાવેદાર મુખ્યમંત્રી સિદ્ધાર્થમૈયા, પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પા અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીના નસીબનો ફેંસલો આજે ઈવીએમમાં બંધ થયો છે. કર્ણાટકમાં અંદાજીત 5000 બુથો પર વીવીપેટનો ઉપયોગ કરાયો હતો. કુલ 58008 પૈકી 12001 બુથને અતિસંવેદનશીલ દર્શાવાયા હતા.