મેરાન્યૂઝ નેટવર્ક.બેંગાલુરુઃ કર્ણાટકના માંડ્યામાં એક ગુમખ્વાર અકસ્માત બન્યો છે જેમાં 25 લોકના મોત થયા છે. દુર્ઘટનામાં અન્ય ઘાયલો પણ છે. મળતી માહિતી મુજબ, એક ખાનગી બસ નિયંત્રણ ગુમાવીને અહીંની કાવેરી નદી સાથે જોડાયેલી નહેરમાં જઈ પડી છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્યો શરૂ થઈ ગયા હતા. કર્ણાટકના ડે. સીએમ જી પરમેશ્વરાએ કહ્યું કે દુર્ઘનામાં 25 લોકોના મોત થયા છે. મને લાગે છે કે ડ્રાઈવર યોગ્ય રીતે બસ ન્હોતો ચલાવતો. આ અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.

મળતી વધુ માહિતી પ્રમાણે, માંડ્યા જિલ્લામાં કાવેરી નદીથી નિકળીને વાલી વીસી નહેરમાં એક પ્રાઈવેટ બસ અનિયંત્રિત થઈને જઈ પડી હતી. જિલ્લાના પાંડવપુરા તાલુકા પાસે બનેલી આ દુર્ઘટનામાં લોકોને કાંઈ સમજવાનો સમય જ મળ્યો ન હતો તમામ ડૂબવા લાગ્યા હતા.

મૃતકોનો આ આંકડો હજુ વધી શકે તેમ છે. મરનારાઓમાં બાળકો અને મહિલાઓ પણ શામેલ છે. ઘટના સ્થળ પર પોલીસ અને સ્થાનીક અધિકારીઓ ઉપરાંત અન્ય લોકો પણ મદદ કરવાની કામગીરીમાં જોડાઈ ગયા છે.