મેરાન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ: જૂનાગઢ જીલ્લા એસ.ઓ.જી. દ્વારા ગુજરાતમાં જુદાજુદા વિસ્તારોમાં એટીએમ ક્લોનિંગ કરતા આરોપીઓને એટીએએમ ફ્રોડના ઇલેક્ટ્રોનીક ઉપકરણો તથા મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

છેલ્લા ચાર પાંચ મહિનાથી ગુજરાતમાં જુદાજુદા વિસ્તારોમાં એટીએમ ક્લોનીંગના બનાવો વધતા અને બેંક ખાતામાંથી ગ્રાહકોના પૈસા કોઈપણ જાતના એટીપી નંબર કે એટીએમ નંબર આપ્યા વિના ઉપડી જતા હોવાની ફરિયાદો વધતા જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી અને જુનાગઢ જીલ્લા પોલીસ અધિકક્ષ સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ એસઓજીની એક ટીમે પીઆઇ જે.એમ. વાળાએ ટીમ સાથે ઉત્તરાખંડના દેહરાદૂન ખાતેથી આરોપી સંદીપ રાજેન્દ્ર કૌશીક અને તેના મિત્રોએ ઇલેક્ટ્રોનિક ઉપકરણો, લેપટોપ, સ્ક્રીમર, કાર્ડ રાઇતર રીડર, 133 નકલી એટીએમ કાર્ડ સહિત 9 લાખ 49 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે અન્ય એક આરોપી વિક્રમ શર્માની માણસાથી ધરપકડ કરી છે. આરોપીઓ વિરૂદ્ધ આઇપીસી કલમ 419, 465, 467, 471, 120 (બી) 34 તથા આઇટીએક્ટ કલમ 65, 66, 66 (સી) ના હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ જ્યારે લોકોના એટીએમના ડેટા કોપી કરી જ્યારે બેલેન્સ ચેક કરતા ત્યારે 40 હજાર ઉપર બેલેન્સ હોય તો અન્ય ક્લોનીંગ કરેલ એટીએમના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરતા અને ત્યાર બાદ ટ્રાન્સફર કરેલ એકાઉન્ટમાંથી પણ આ રીતે બેલેન્સ ચેક કરી રૂપીયા ઉપાડતા હતા.

આરોપીઓએ જૂનાગઢમાં 18, કલોલમાં 26, વિસનગરમાં 10, રાજકોટમાં 4, સુરેન્દ્રનગરમાં 8, તળાજામાં 10, પાલીતાણામાં 4, મોરબીમાં 50 સહિતના જુદાજુદા વિસ્તારોમાંથી એટીએમ ધારકોના એટીએમ મશીનના ઉપયોગ દરમિયાન એટીએમના ડેટા ક્લોનીંગથી ડેટા કોપી કરી હોવાનું બહાર આવ્યું છે. આ સિવાય આરોપીઓ જ્યારે કોઈ કાર્ડ ધારક એટીએમમાંથી પૈસા ઉપાડા હોય ત્યારે બાજુમાં ઉભા રહી પાસવર્ડ પણ જોઈ લેતા હતા.