મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઉચ્ચ ન્યાયપાલિકામાં જજોની નિયુક્તિએ હાલમાં કૉલેજિયમ વ્યવસ્થા પર ગત કેટલાક દિવસોમાં સતત ગંભીર સવાલ ઉઠાવાઈ રહ્યા છે. હવે મોદી સરકારના એક મંત્રીએ પણ કૉલેજિયમ સિસ્ટમની આલોચના કરી છે. તેમણે જજોની નિયુક્તિની આ વ્યવસ્થાને લોકતંત્ર પર દાગ સમાન પણ ગણાવી દીધી છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ એક કાર્યક્રમમાં કૉલેજિયમ સિસ્ટમ પર હુમલો કરી દીધો છે. તેમણે કહ્યું કે, લોકો અનામતનો વિરોધ કરે છે, તેવા લોકોનું કહેવું છે કે આરક્ષણને કારણે મેરિટની અવગણના કરાય છે. જોકે હું સમજું છું કે, કૉલેજિયમ સિસ્ટમમાં યોગ્યતાને નજરઅંદાજ કરી દેવાય છે. એક ચા વેચનાર વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે, એક માછીમારનો દિકરો વૈજ્ઞાનિક અને બાદમાં દેશના રાષ્ટ્રપતિ બની શકે છે. પણ, શું એક કામવાળીનો દિકરો જજ બની શકે છે? કૉલેજિયમ આપણા લોકતંત્ર પર દાગ છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમનામાંથી ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધિશ કેએમ. જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાને લઈને વિવાદ છંછેડાયો હતો.

કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ પટનામાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં જજો પર પોતાના ઉત્તરાધિકારી નિયુક્ત કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, હાલના સમયે જજોના તેવરને જોતાં એવું જણાય છે કે ન્યાયાધિશ બીજા જજોની નિયુક્તિ નથી કરતા પણ તે પોતાના ઉત્તરાધિકારીને નિયુક્ત કરે છે. તેમણે આવું કેમ કરવું જોઈએ?

ઉત્તરાધિકારી નિયુક્ત કરવાની વ્યવસ્થા કેમ બનાવાઈ છે? ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કાયદો બનાવીને સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટમાં જજોની નિયુક્તિ માટે રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચનું નિર્માણ કર્યું હતું. આયોગને જજોની નિયુક્તિ ઉપરાંત બદલીનો પણ અધિકાર આપ્યો હતો. તેમાં કુલ 6 સદસ્યોની વ્યવસ્થા કરવામાં આવી હતી. નિયુક્તિ પંચની સંવૈધાનિક્તાને સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ હતી. બાકી અદાલતની સંવિધાન પીઠએ વર્ષ 2015માં પંચને અસંવૈદાનિક જાહેર કરતાં તેને બરખાસ્ત કરી દીધું હતું. સંવિધાન પીઠમાં શામેલ જજાં ફક્ત જસ્ટીસ જસ્તી ચૈલામેશ્વરે જ ન્યાયિક નિયુક્તિ પંચનું સમર્થન કર્યું હતું.