મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ફિલ્મના શૂટિંગ દરમ્યાન અચાનક અમિતાભ બચ્ચનની તબીયત લથડવાના અહેવાલ મળ્યા છે. જોધપુરમાં શૂટિંગ દરમ્યાન અચાનક બચ્ચનના પેટમાં દુઃખાવો શરૂ થયો હતો. જે પછી તેમને ચાર્ટર્ડ પ્લેનમાં જોધપુર લવાયા હતા. જ્યાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

કહેવાય છે કે, અમિતાભ બચ્ચન એક ફિલ્મના શૂટિંગના મામલે રાજસ્થાન આવ્યા હતા. મંગળવારે સવારે 4 વાગે તબીયત લથડવાને પગલે સમસ્થ યુનીટ ચિંતામાં પડી ગઈ હતી. હાલમાં મળેલી માહિતી પ્રમાણે તેમની હાલતમાં ઘણો સુધારો છે. અમિતાભ બચ્ચન પહેલા ઈરફાન ખાનની બીમારીની ખબર મળી હતી. તેમની બીમારી અંગે તો હજુ સુધી કાંઈ ખુલાસો થયો નથી.

ઈરફાને પોતાના ટ્વીટમાં ફ્કત એટલું કહ્યું કે તે કોઈ દુર્લભ બિમારીથી લડી રહ્યા છે. જે પછી તેમની પત્નીએ ફેસબુક પર એક પોસ્ટ લખી હતી. પણ ત્યાં ફ્કત પરિસ્થિતિથી લડવાની વાત કરી હતી. ઈરફાનની પત્નીએ પણ તેની બીમારી અંગે કોઈ હીન્ટ આપી ન હતી.