પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમિત શાહની જેમ વ્યવહારમાં પોતાની તુંડમીજાજીપણા માટે જાણિતા ભાજપના પ્રદેશ પ્રમુખના વિસ્તાર ભાવનગરમાં કારડિયા રાજપુતોના મળી રહેલા મહાસંમેલનને રોકવા માટે હવાતીયા મારી રહ્યા છે. સત્તા અને પૈસાની તાકાતને કારણે કોઈ પણ તુચ્છ સમજતા જીતુ વાધાણીને અંદાજ આવી ગયો કે કારડિયા રાજપુતના મામલે તેમનાથી કાચુ કપાઈ ગયું છે, જેના કારણે તેમને કારડિયા સમાજના આગેવાન અને મંત્રી જશા બારડને મધ્યસ્થી કરવા માટે ભાવનગરના બુઘેલ ગામ દોડાવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે બુઘેલ ગામની ગૌચરની જમીન માટે તેમણે ગામના સરપંચ અને કારડિયા નેતા દાનસંગ મોરી ઉપર વિવિધ પ્રકારના પોલીસ કેસ કરાવી તેમને અને તેમના પરિવાર સહિત મોરીના ટેકેદાર પાટીદારો સામે પોલીસ કેસ કરતા તા 15મીના રોજ બુઘેલમાં કારડિયા રાજપુતોનું મહાસંમેલન મળી રહ્યુ છે.

જીતુ વાઘાણીની સામે પળી રહેલા કારડિયા રાજપુત મહાસંમેલનને કારણે વાઘીણી સહિત ભાજપમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સંમેલનની અસર ભાવનગર સુધી સિમિત નહીં રહેતા, જ્યાં પણ કારડિયા મતદારો છે તેની ઉપર થઈ શકે છે, તેના કારણે હવે સંમલેન રોકવા માટે ભાજપ અને વાઘાણી કામે લાગી ગયા છે. કારડિયા મંત્રી જશા બારડની મદદ માંગવા ગયેલા જીતુ વાઘાણીએ બુઘેલ ગામના મામલે પોતાની કોઈ ભૂમિકા નહીં હોવાનું જણાવી મદદ માંગી હતી. જેના કારણે બુધવારે રાતે જશા બારડ બુઘેલ ગામ દોડી આવ્યા હતા, જ્યાં પાંચસો કરતા વધુ કારડિયા અને પાટીદાર આગેવાનો સાથે બારડે બેઠક કરી હતી, પણ આ બેઠકમાં ગામના લોકોએ જીતુ વાઘાણીની દાદાગીરી અને સરકારી જમીન પચાવી પાડવાની પ્રવૃત્તી અંગે મંત્રી બારડને વાકેફ કર્યા હતા, જેના કારણે જશા બારડ ભોંઠા પડી ગયા.

કારડિયા સમાજે મંત્રી જશા બારડને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમનો વાંધો ભાજપ સામે નહીં, પણ જીતુ વાઘાણી સામે છે. વાધાણીના વ્યવહાર અંગે ભાજપના અનેક નેતાઓ અને મંત્રીને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં વાઘાણી અમિત શાહના અંગત હોવાને કારણે તેમજ પ્રદેશ પ્રમુખ હોવાને કારણે એક પણ હોદ્દેદારની હિંમત નથી કે તેઓ વાઘાણી અટકાવી શકે, આ સંજોગોમાં કારડિયા સમાજ પાસે સંમેલન બોલાવી પોતાનો વિરોધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. આમ કારડિયાને મનાવવા માટે આવેલા મંત્રી જશા બારડ ગામની ફરિયાદ સાથે સંમત્ત થઈ ત્યાંથી નિકળ્યા હતા.