મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીને સતત ત્રીજા દિવસે આજે રવિ પૂજારી નામથી મારી નાખવાની ધમકી મળી છે. આજે પણ જીગ્નેશ મેવાણીના મોબાઈલ નમ્બર પર ફોન કરીને ધમકી આપવામાં આવી છે. રવિ પૂજારી નામથી એક વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે જીગ્નેશ મેવાણી બોલ રહે હો? મેં રવિ પૂજારી બોલ રહા હું ઓસ્ટ્રેલિયા સે. મેસેજ પઢા તુમને ? મૈને મેસેજ કિયા હૈ, મેસેજ પઢલે પહેલે' મેવાણીને ટેક્સ્ટ મેસેજમાં ધમકી આપવામાં આવી કે, 'એ જો પ્રોવોકેટિવ સ્પીચેસ દેના બંધ કર વરના ઠોક દૂંગા, ઉમર ખાલિદ ભી મેરે હિટ લિસ્ટ મેં હૈ, યે મેરે તરફ સે વોર્નિંગ  હૈ, માફિયા ડોન રવિ પૂજારી.   

આ મુદ્દે જીગ્નેશ મેવાણીને જયારે પૂછવામાં આવ્યું કે તમને મળી રહેલી ધમકીઓ સંદર્ભે કોઈ નેતાએ સુરક્ષા સંદર્ભે તમારી સાથે વાતચીત કરી ? ત્યારે મેવાણીએ જણાવ્યું કે કોઈ નેતાનો ફોન આવ્યો નથી. તેમને હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વિષે પૂછતાં તેઓએ જણાવ્યું કે હાર્દિક પટેલ કે અલ્પેશ ઠાકોરે પણ હજી કોઈ વાતચીત કરી નથી. જ્યારે હાર્દિક વિષે કોઈ મુદ્દો હોય તો દલિત નેતા જીગ્નેશ મેવાણી હાર્દિક પટેલને સહયોગ કરતા હોય છે અને તરત જ પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે. ગઈ કાલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ દ્વારા રાજ્ય પોલીસ વડા (DGP) શિવાનંદ ઝાને આવેદનપત્ર આપી આ ધમકી સંદભૅ તપાસ અને જીગ્નેશ મેવાણી y કેટેગરીની સુરક્ષા પુરી પાડવાની માંગ કરવાંમાં આવી હતી. આ મુદ્દે વડગામ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને DGP દ્વારા તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે.
 
કૉંગેસના દસાડાના  ધારાસભ્ય નૌષાદ સોલંકીએ મેરાન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જીગ્નેશભાઈ મેવાણી જેઓ લોકોના હકો અને અધિકારો માટે રોડ ઉપર આંદોલન કરે છે તેમના એન્કાઉન્ટર કરવાના મુદ્દે અને તમને સુરક્ષા પુરી પાડવા મેં વિધાનસભામાં મુદ્દો પણ ઉપાડ્યો હતો પરંતુ સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. જીગ્નેશભાઈ લોકો માટે લડે છે અમે એમની સાથે જ છીએ.