મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ યોગીચોક વિસ્તારમાં રહેતી યુવતીને કોલેજમાં એડમિશન અપાવવાને બહાને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીએ બળાત્કાર કર્યો હતો. અને તેનો  મોબાઈલમાં વીડિયો બનાવી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતીને નગ્ન હાલતમાં વીડિયો કોલીન કરવાની ફરજ પાડી હતી તેમજ અલગ અલગ જગ્યાએ બોલાવી બળાત્કાર કર્યો હતો.

બનાવની સરથાણા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ યોગીચોક વિસ્તારમાં રહેતી અને ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી યુવતીને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતી પરસોત્તમ ભાનુશાળીએ  કોલેજમાં એડમિશન આપાવવાની લાલચ આપી હતી. અને એક વર્ષ પહેલા  યુવતીને તેની મહિન્દ્રા કંપનીની ગાડીમાં અમદાવાદથી ગાંધીનગર લઈ જતી વખતે રસ્તામાં હાઈવે પર ખેતરમાં ગાડી પાર્ક કરી યુવતી સાથે બળબજરીથી બળાત્કાર કર્યો હતો. જયંતી ભાનુશાળીએ કોઈ આવી ન જાય તે માટે ગાડીની બહાર  ડ્રાઈવર અને બંદુક સાથે એક જણાને બહાર ઉભો રાખ્યો હતો. તેમજ તેણે મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ જયંતી ભાનુશાળીએ આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતીને અવાર નવાર નગ્ન હાલતમાં વીડિયો કોલિંગ કરવાની ફરજ પડાવી હતી તેમજ અલગ અલગ જગ્યાએ બોલાવી બળાત્કાર કર્યો હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કર્યો છે. ભાજપ પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીનો દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ આ મામલે પોલીસ કમિશનરમાં અરજી કરી હતી. પરંતુ અરજી મામલે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. દરમિયાન ગુરુવારે યુવતી એકાએક ફિલ્મી ઢબે અરજી મામલે પોતાનું નિવેદન નોંધાવવા માટે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી તે વખતે કોંગ્રેસના કાર્યકરો પણ પહોંચી જતા ભારે ડ્રામા સર્જાયો હતો. પોલીસ યુવતીને તેની કારમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ ગઈ હતી અને ત્યાં યુવતીની ફરિયાદ લઈને જયંતી ભાનુશાળી, તેનો ડ્રાઈવર, બંદુકધારી અને અરજી પાછી ખેંચી લેવા માટે ધમકી આપનાર અજાણ્યા સામે પોલીસે બળાત્કાર, આર્મસ અને આઈટી એક્ટ સહિતની કુલ 14 કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ગુજરાત ભાજપમાં મોટાગજાના  નેતા જયંતી ભાનુશાળી સામે યુવતીએ દુષ્કર્મની અરજી તા.10-7-18ના રોજ આપી હતી. ત્યાર બાદ તેને તથા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. જે અંગેનો ખુલાસો યુવતીએ પોલીસ ફરિયાદમાં પણ કર્યો છે. ધમકી આપનારાઓએ યુવતીના ઘરે આવી તેના ફાટોવાળું આધાર કાર્ડ બનાવી તથા હું કોઈ જયંતી ભાનુશાળીને ઓળખતી નથી. તેવી અરજીમાં તેમના માણસો બળજબરીથી સહી કરાવી ગયા હતા અને પરિવારને ગમે તેમ ફસાવી દેવાની તેમજ જાનથી મારી દેવાની ધમકી આપી હતી.