મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાજપના પૂર્વ નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સયાજી એક્સપ્રેસ બે  અજાણ્યા હત્યારાઓ દ્વારા  દ્વારા ગોળી મારી  હત્યા કરવામાં આવી હતી. આ મામલે નોંધાયેલી ફરિયાદમાં ભાનુશાળીના પરિવાર દ્વારા આ હત્યા ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ દ્વારા કરાવવામાં આવી હોવાનો આરોપ મૂક્યો હતો.

થોડા દિવસ પહેલા છબીલ પટેલે જાહેર કરેલી ઓડિયો ક્લિપમાં એવો દાવો કર્યો હતો કે, તેમને આ હત્યા સાથે કોઈ નિસ્બત નથી અને તેઓ જલ્દી પોલીસ સામે હાજર થઇ પોતાની નિર્દોષતા સાબિત કરશે. આ દરમિયાન પોલીસે ઓળખી કાઢેલા હત્યારાઓને શોધવા માટે ગુજરાત સીઆઈડી, ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ અને એટીએસ દ્વારા સંખ્યાબંધ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા, છતાં હત્યારાઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

દરમિયાન ગુજરાત એટીએસને જાણકારી મળી હતી, અત્યારે આવો કે તેઓ જમ્મુમાં સંતાયા છે જેના આધારે એન્ટી ટેરરિસ્ટ સ્કોડની  ટીમ જમ્મુ પહોંચી હતી, પરંતુ  હત્યારાઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. દરમિયાનમાં આ મામલે જેમની સામે આરોપ છે તે તમામે પોલીસ સામે શરણાગતિ સ્વીકારવાનું નક્કી કરી હાજર થયા હોવાની જાણકારી મળી હતી. જોકે  શરણાગતિ તેઓની દર્શાવવામાં આવે તો પોલીસની નિષ્ફળતા સાબિત થાય તેમ હતી. જેના કારણે પોલીસે આરોપીઓને પકડે છે તેવો દેખાવ કરવાનું થયું હતું. જેના પગલે જયંતી ભાનુશાળીની ગોળી મારનાર હત્યારાઓ ડાંગથી પકડાયા છે તેવી જાહેરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવે પછીના તમામ આરોપીઓની આ પ્રકારે ધરપકડ કરવામાં આવી હોવાની જાહેરાત પોલીસ દ્વારા કરવામાં આવશે.