મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય સૈનિકો સાથે પાકિસ્તાનની સેનાએ બર્બરતાનું એક વધુ ઉદાહરણ 18 સપ્ટેમ્બરે આપ્યું. જ્યારે પાકિસ્તાની સેનાએ બૈટ ટીમ સાથે મળીને સીમા સુરક્ષા દળ (બીએસએફ) જવાન નરેન્દ્ર સિંહ સાથે પહેલા બર્બરતા કરી પછી તેમનું ગળું કાપી નાખ્યું. તે પાકિસ્તાન દ્વારા કરાયેલા ફાયરિંગ અને બૈટના હુમલામાં ઘાયલ થઈ ગયા હતા. ક્ષત-વિક્ષત હાલતમાં તેમનો દેહ મળી આવ્યો હતો. પાંચ વર્ષ પહેલા બર્બરતાથી પાકિસ્તાની સેનાના બૈટ ટીમનની સાથે મળીને સિપાહી હેમરાજનું માથું કાપી નાખ્યું હતું.

બીએસએફ જવાન સાથે થયેલી બર્બરતા પર કોંગ્રેસે સરકારને ઘેરી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સવાલ પુછ્યો છે કે આખરે 56 ઈંચની છાતી ક્યાં ગઈ. સુરજેવાલાએ કહ્યું કે, પહેલા હેમરાજ અને હવે નરેન્દ્ર સિંહ. પાકિસ્તાને ખુબ બર્બર્તાથી તેમને મોત આપ્યું. સરકાર શું કરી રહી છે. મોદીજી શું તમારી આત્મા તમને ધિક્કારતી નથી?

સુરજેવાલાએ વધુમાં કહ્યું, ક્યાં ગઈ 56 ઈંચની છાતી અને ક્યાં ગઈ લાલ આંખો? ક્યાં ગયું એક માથા બદલે બે માથા લાવવાનું વચન? સરકાર ભ્રષ્ટાચારને લઈને ચિંતિત છે પણ જવાનોને લઈને નહીં. મોદીજીએ ભારતીય સેનાને પોતાના રાજનૈતિક ફાયદા માટે ઉપયોગમાં લીધી પણ તેમની સુરક્ષા અંગે કાંઈ વિચાર્યું નહીં. દેશ તમારા પાસે જવાબ માગે છે અને તમારે જવાબ આપવો પડશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ બાબતને લઈને મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું, પ્રધાનમંત્રીજી જવાબ આપો કે આખરે ક્યાં સુધી ભારતના સૈનિકો પર અત્યાચાર ચાલુ રહેશે? ક્યાં સુધી ભારત પાકિસ્તાન સામે લાચાર રહેશે? આખરે કઈ છે લાચારીઓ પ્રધાનમંત્રીજીની?

ઉલ્લેખનીય છે કે 179 બીએસએફ બટાલિયનમાં તૈનાત નરેન્દ્ર સિંહ બોર્ડર પર મંગળવારે સવારે પોતાના સાથી જવાનો સાથે સરકંડનની સફાઈ કરવા ગયા હતા. જેથી ઝાડી-ઝાંખરાને સહારે કોઈ આતંકી ઘૂસણખોરી ન થાય. તે દરમિયાન પાકિસ્તાની રેન્જર્સએ સૈન્ય ચૌકિઓને નિશાન બનાવતા ફાયરિંગ કરી દીધું હતું. પાકિસ્તાન દ્વારા કરાયેલા ફાયરિંગ તથા બૈટ હુમલામાં નરેન્દ્ર સિંહ ઘાયલ થયા હતા. તે પછી તે અચાનક ગાયબ થઈ ગયા હતા.

સાંજે નરેન્દ્ર સિંહનો પાર્થીવ દેહ વિચિત્ર અવસ્થામાં મળ્યો હતો. તેમને ગોળી વાગેલી હતી અને શરીર સાથે બર્બરતા કરવામાં આવી હતી. નરેન્દ્રના પરિવારના સદસ્યોએ કહ્યું કે દેહ સાથે બર્બરતા કરવા સાથે તેમની આંખ પણ ફોડી નખાઈ છે. તેમને પગ તથા છાતીમાં ગોળી વાગી છે. તેમના ગામના લોકોએ કહ્યું કે તેમને નરેન્દ્રની શહાદત પર ગર્વ છે પરંતુ તેમના દેહ સાથે થયેલી બર્બરતા એ પાકિસ્તાનની ધૃણાસ્પદ હરકત છે. જેનો યોગ્ય જવાબ આપવો જોઈએ.

પાંચ વર્ષ પહેલા પણ થઈ હતી આવી ઘટના

8 જાન્યુઆરી 2013એ પાકિસ્તાની બૈટ ટીમએ પુંછ જિલ્લામાં મેંઢર વિસ્તારમાં એલઓસી પર મનકોટ નાળા પાસે સેનાના ગશ્તી દળ પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. તેમાં લાંસ નાયક હેમરાજ અને લાંસ નાયક સુધાકર સિંહ શહીદ થઈ ગયા હતા. બૈટ ટીમ હેમરાજનું માથુ કાપીને પોતાની સાથે લઈ ગઈ હતી. તે પછી 5 ઓગસ્ટ 2013માં સરલા એરિયા પાસે પાકિસ્તાની બૈટ ટીમ 500 મીટર સુધી ભારતીય સીમામાં ઘૂસી ગઈ હતી. 22 સદસ્યો વાળી બૈટ ટીમમાં પાકિસ્તાની સેના, આતંકી, સ્પેશ્યલ ગ્રુપના કમાન્ડો પણ શામેલ હતા, જેમણે સેનાના પાંચ જવાનોને શહીદ કરી દીધા હતા.

શું છે બૈટ ટીમ

સ્પેશ્યલ ટ્રેનિંગ માટે કમાન્ડો, પાકિસ્તાની સેના, જૈશ એ મહોમ્મદ અને લશકરના આતંકવાદી, એક કસાઈ બૈટ ટીમનો હિસ્સો હોય છે. 12થી 20 લોકોનું દળ હોય છે. તેમની પાસે આધુનિક હથિયાર હોય છે. બૈટ ટીમ પોતાના ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં 500 મીટર સુધી અંદર ઘૂસીને ઘાત લગાવીને હુમલો કરે છે. બૈટની કાર્યવાહી વધુમાં વધુ 2થી 5 મિનિટ વચ્ચે હોય છે. ટીમમાં શામેલ કસાઈ તે જવાનના શરીરના અંગ કાપે છે, જેને બૈટના અન્ય સદસ્ય મારી દે છે. તેના માટે કસાઈ એક એવા ચાકુનો ઉપયોગ કરે છે જે થોડીજ સેકન્ડમાં શરીરના હિસ્સા કાપી શકે છે.