મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: જસદણમાં કોંગ્રેસના મહિલા કાર્યકરોએ આજે મોંધવારીના મારને લઇને અનોખો વિરોધ કર્યો હતો. જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં રસ્તા વચ્ચે ચુલો સળગાવી રોટલા કર્યા હતા. અને મોંઘવારી માટે સરકાર જવાબદાર હોવાના આક્ષેપ સાથે છાજીયા લીધા હતા. આ દ્રશ્યો જોવા સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

મહિલાઓએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં રાંધણ ગેસ સહિતની તમામ જીવન જરૂરી વસ્તુઓના ભાવ કૂદકે-ભૂસકે વધી રહ્યા છે. જેને લઈને ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. તેમજ સામાન્ય માણસે 2 ટંક જમવાનું પણ મુશ્કેલ બની ગયું છે. તેમ છતાં સરકાર આ અંગે કોઈ પગલાં ભરતી નથી. મોદી સરકારે ચૂલો સળગાવવો મુશ્કેલ કર્યો હોવાનું જણાવી ભાજપ સરકાર હાય-હાયના નામે છાજીયા લઈ પોતાનો રોષ વ્યકત કર્યો હતો.