મેરાન્યૂઝ. નેટવર્ક, જામનગર : છેલ્લા એક સપ્તાહથી હાર્દિક પટેલ જામનગર લોકસભા ચુંટણી પ્રચારમાં સક્રિય બન્યો છે. કોંગ્રેસના સંભવિત ઉમેદવાર હાર્દિક એક બાદ એક સભાઓ-મીટીંગો કરી રહ્યો છે. રવિવારે  જામનગર ખાતે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખને સંબોધન વખતે હાર્દિકે કોંગ્રેસમાં ચાલતા પરિવારવાદને સમર્થન આપ્યું આપતા નવા વિવાદની શક્યતાઓ સેવાઈ રહી છે.

હાઈકોર્ટમાં ચાલી રહેલ કેશ બાબતે હાર્દિક તરફે ચુકાદો આવ્યો તો જામનગરની લોકસભા બેઠકની ચુંટણી રસપ્રદ થવાની છે. ભાજપાએ સીટીંગ સાંસદ પૂનમ માડમને રીપીટ કર્યા છે. બીજી તરફ કોંગ્રેસ હાર્દિકને લડાવવા માંગે છે. એ માટે છેલ્લા એક સપ્તાહથી હાર્દિકે ચુંટણી કમ્પેઇન હાથ ધરી એક પછી એક મીટીંગ અને સભાઓ સંબોધી રહ્યો છે. આજે જામનગર ખાતે એનએસયુઆઈની ટીમ અને કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરી આપ પાર્ટીના અમુક યુવા કાર્યકર્તાઓને કોંગ્રેસમાં જોડ્યા છે. આ પૂર્વે હાર્દિકે વિદ્યાર્થી પાંખને સંબોધન કર્યું હતું.

જેમાં કોંગ્રેસના નેહરુ પરિવારના પરિવારવાદનું સમર્થન કર્યું છે. સારા ડોક્ટરનો પુત્ર સારો ડોક્ટર બને એ સારી બાબત કહેવાય એમ કહેવાના ઉદેશ્ય સાથે હાર્દિકે કોંગ્રેસના પરિવારવાદનો વિરોધ કરતા નેતાઓને આડે હાથ લીધા હતા. હાર્દિકના આ નિવેદનને લઈને વિવાદ થવાની શક્યતાઓ રહેલી છે.શું કહ્યું હાર્દિકે ? તમે પણ સાંભળો.