મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર નજીકના બેડ ગામે રહેતા એક પુત્રએ પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી મુઢ માર માર્યો હોવાની પોલીસ દાફ્તરે ફરિયાદ નોંધાઈ છે. પિતાએ જ જે જમીનનું સિંચન કરી ભાઈઓ-ભાઈઓ- વચ્ચે વહેંચી પુત્રોને ન્યાય આપ્યો હતો. પરંતુ વૃદ્વાવસ્થાના આખરી સહારા રૂપે પિતાએ પોતાના પાસે રાખેલ જમીન પણ એક પુત્ર એ માંગી, નહિ આપવામાં આવે તો પતાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ બનાવની લાચાર બની ગયેલા પિતાએ પોલીસમાં શરણું લીધું  છે.

જામનગર નજીકના દ્વારકા રોડ પર આવેલ બેડ  ગામે પુત્રએ પિતાને આપેલ ધમકીનો કિસ્સો પોલીસ દફતર પહોચ્ચ્યો છે, જે હાથથી સંસ્કારોનું સિંચન કરી વ્હાલ કોડથી મોટા કરેલ પુત્રોને ઉદેસિંહ હેમતસિંહ સોઢા વૃદ્ધાવસ્થામાં પહોચતા તેઓએ પરણાવી જવાબદારી પૂર્ણ કરી પુત્રો વચ્ચે વારસાઈ જમીનના ભાગ પાડી દીધા હતા. જેમાં પોતાની વૃધ્ધતામાં સહાય રૂપ માટે પાંચ વીઘા જમીન ઉદેસિંહ પોતે રાખી અન્ય  પુત્રોને સરખે ભાગે વેંચી દીધી હતી. આ વહેચણી પુત્ર ભરતસિંહને પસંદ નહિ પડતા તેઓએ પિતાએ પોતાના ભાગે રોટલા પેટે રાખેલ જમીન પણ આપી દેવા કહ્યું  હતું. આ જમીન પર પણ ભાગ નહિ આપવામાં આવેતો જાનથી મારી નાખીશ એવી પુત્રએ ધમકી આપી હુમલો  કર્યો હતો. પુત્રએ ધમકી આપી માર મારતા  ઉદેસિંહ પોલીસ દફતરે પહોચ્યા હતા અને આ બનાવ અંગે પોતાન જ પુત્ર સામે ધમકાવવા બદલ ફરિયાદ નોંધાવી હતી.