મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર શહેર પીતળનગરી તરીકે દેશ દુનિયામાં જાણીતું છે. શહેરમાં પાંચ હજાર નાના-મોટા કારખાનામાં દર માસે ૭૫૦૦ ટન જેટલા મેટલ સ્ક્રેપની આયાત અમેરિકા, બ્રિટન અને દક્ષીણ પૂર્વ એશિયાના દેશોમાંથી ઘાતુનો ભંગાર મંગાવી વિવિધ પાર્ટ્સનું ઉત્પાદન કરવામાં આવે છે જે બ્રાસપાર્ટ ઉદ્યોગને દેશના સૌથી મોટા કોમોડીટી એક્સચેન્જ MCX દ્વારા પીતળના વાયદા બજાર કેન્દ્ર માટે જામનગરની પસંદગી કરવામાં આવી છે. 

દેશના સૌથી મોટા કોમોડીટી એક્ષચેજ એમ.સી.એકસ દ્વારા આજે સાંજથી વિશ્ના સૌ પ્રથમ બ્રાસ ફયુચર્સ કોન્ટ્રેક્ટ (પિતળના વાયદા બજાર કેન્દ્ર)નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે જામનગરની આ કેન્દ્ર માટે  કરવામાં આવેલી પસંદગીનું કારણ પણ રસપ્રદ છે. મેટલ કોમોડીટી એક્ષચેંજ એ ભારતનું સૌથી મોટું કોમોડીટી એક્ષચેંજ છે જે સેબીના નિયમોનુસાર કામ કરે છે. શેરબજાર ઉપર નજર રાખવાનું કામ સેબી કરે છે આમ તો વર્ષોથી જામનગર એમ.સી.એકસ, સેબી માટે નોંધપાત્ર રહ્યું છે અને તેના કારણે જ જામનગરની પિતળના વાયદા બજારના દુનિયાના સૌપ્રથમ કેન્દ્ર માટે પસંદગી થઇ છે. આ ગૌરવ જામનગરને બ્રાસપાર્ટસ ઉદ્યોગને કારણે આજે સાંપડ્યું છે. જામનગર અને આસપાસના વિસ્તારોમાં બ્રાસપાર્ટસનું ઉદ્દપાદન કરતા પાંચેક હજાર જેટલા નાના, મધ્યમ અને મોટા કદના એકમો આવેલા છે. દેશભરમાં વેચાતા પિત્તળનું 80 ટકા જેટલું પિત્તળ જામનગરની આ ઉદ્યોગ માર્કેટમાં વેચાય છે જયારે બાકીનો 20 ટકા વેપાર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ અને હરિયાણાના જગધરામાં ફેલાયેલ હોવાનું મનાય છે.  

જામનગરમાં આજે એમ.સી.એકસ દ્વારા વિશ્ર્વમાં સૌપ્રથમ બ્રાસ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ ખુલશે સાંજે ફ્રેકટરી ઓનર્સ એસો.નો કચેરીમાં કેન્દ્રનું ઉદ્દઘાટન કરવામાં આવશે  એમ.સી.એકસ અને સેબીના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવનાર છે. દેશના સૌથી મોટા કોમોડીટી એક્ષચેંજ એમ.સી.એકસ. દ્વારા આજથી વિશ્ર્વમાં સૌપ્રથમ બ્રાસના વાયદાના વેપારનો પ્રારંભ જામનગરથી થનાર છે.  ગુજરાત-જામનગરમાં આઇ.એસ.319 ગ્રેડ પિતળ ઇંગોર (લઠીયા) અને બીલેટ્સની ડિલીવરી પહોંચાડી શકાશે. એપ્રિલ, મે અને જૂન એમ શરૂઆતના 3 માસનો સમયગાળો કોન્ટ્રાકટસ ટ્રેડીંગ માટે ઉપલબ્ધ રહેશે. લોટનું કદ 1 ટનનું હશે જેની કિંમત રૂા. 3.55 લાખ આસપાસ હશે. વિશ્ર્વમાં સૌપ્રથમ વાર પિતળના વાયદાના વેપારનું કેન્દ્ર આજે જામનગરમાં શરૂ થઇ રહ્યું છે. શંકર ટેકરી ઉદ્યોગનગરમાં આવેલ ફેકટરી ઓનર્સ એસોસિએશનની ઓફિસ ખાતે આજે સાંજે 6-30 કલાકે આ વાયદા કેન્દ્રનો ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે એમ.સી.એકસ અને સેબીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.દુનિયાના પહેલા એવા પિતળના વાયદા બજારનું કેન્દ્ર 26 માર્ચથી ટ્રેડિંગ પર લાઇવ થશે.