મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર તાલુકાના હડમતીયા ગામે રહેતા એક આધેડ પર ગામના જ બે ભાઈઓ અને એક મહિલા સહિતના ચાર શખ્સોએ હુમલો કરી ઇજા પહોંચાડયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પાંચ પૈકીના એક આરોપી સામે અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉભેલ આધેડના ભાઈ ચૂંટણી હારી જતા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગર તાલુકા મથકથી 23 કિલોમીટર દૂર આવેલ હડમતીયા ગામે રહેતા ગોવીંદભાઇ જીવાભાઇ ખરા ઉ.વ.૪૩ ગઈ કાલે સુરાપુરા દાદાના ઓટા પાસે ઉભા હતા ત્યારે આ જ ગામમાં રહેતા  

મનજીભાઇ ખીમાભાઇ વણકર નામનો શખ્સ લાકડી અને મુકેશભાઇ રામજીભાઇ નામનો  શખ્સ કુહાડા સાથે ઘસી આવ્યા હતા. જ્યારે મયુરભાઇ રામજીભાઇ અને કાન્તાબેન માવજીભાઇ બંને પથ્થરો સાથે આવી ગયા હતા અને બોલાચાલી કરી હુમલો કરી દીધો હતો. જેમાં આધેડને ઇજા પહોંચી હતી. આ ઘટના સમયે અન્ય લોકો છોડાવવા વચ્ચે પડતા  આરોપીઓએ તેઓની સાથે પણ બીભત્સ વાની વિલાસ આચાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘવાયેલા આધેડના ભાઇ હમીરભાઇ જીવાભાઇ અગાઉ હડમતીયા ગામની પંચાયતની ચુટણીમાં ઉભા રહયા હતા અને ચૂંટણી હારી ગયા હતા. આ બાબતનું મન દુ:ખ રાખી આરોપીઓએ હુમલો કર્યો હતો. ઘવાયેલા આધેડે સારવાર લઇ આ બનાવ સંબંધે પંચ કોશી પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.