મેરાન્યૂઝ નેટવર્ક.કશ્મીરઃ જમ્મુ કશ્મીરના પુલવામામાં એક ખાનગી સ્કૂલમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 12 જેટલા બાળકો ઘવાયા છે. પુલવામાના કાકપોરા ખાતે આ શાળા આવેલી છે. જે શાળાની અંદર બ્લાસ્ટ થયો છે. ઘટનાને કારણે તુરંત એમ્બ્યૂલન્સ વાન વાટે ઘાયલ બાળકોને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સમાચારોના રિપોર્ટ્સ પ્રમાણે ઘાયલ તમામ બાળકો ધોરણ 10માં અભ્યાસ કરતાં હતા. પુલવામામાં આવેલી આ શાળાનું નામ ઈલાહી-ઈ-મિલાત છે. પોલીસના ઘટના સ્થળે કરાયેલા પ્રાથમિક ઈન્વેસ્ટીગેશનમાં એ માલુ પડ્યું નથી કે આ બ્લાસ્ટ કયા કારણે થયો છે. જોકે શાળાના એક શિક્ષક અહેમદે મીડિયાને જાણકારી આપતા કહ્યું કે, હું શાળામાં બાળકોને ભણાવી રહ્યો હતો અને અચાનક જ બ્લાસ્ટ થયો. જેમાં કેટલાક બાળકો ઈજાગ્રસ્ત થયા છે જોકે બાળકો કેટલા ઈજાગ્રસ્ત થયા તે ચોક્કસ હું જાણતો નથી. બ્લાસ્ટ અંગે પોલીસે જાણકારી પુરી પાડતાં કહ્યું કે, બપોરે અંદાજીત 2.30 વાગ્યાના સુમારે શાળામાં બ્લાસ્ટ થયો છે. 12 વિદ્યાર્થીઓ ઘાયલ છે. તેઓ જોખમથી બહાર છે. આ ઘટના અંગે કેસ દાખલ કરાયો છે જેની તપાસ ચાલી રહી છે.