મેરાન્યૂઝ નેટવર્ક, ઇસ્લામાબાદ: પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કેદી કુલ ભૂષણ જાધવે આજે સોમવારે ઇસ્લામાબાદ સ્થિત વિદેશ મંત્રાલયમાં પત્ની અને માતા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો ફોટો જારી કરવામાં આવ્યો છે જેમાં કાચની સ્ક્રિન પાછળથી તે પોતાની પત્ની અને માતા સાથે વાત કરી રહ્યો છે. આ મુલાકાત અડધો કલાક સુધી ચાલી હતી,

આ મુલાકાત બાદ પાકિસ્તાન દ્વારા એક કુલભૂષણ જાધવનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો જેમાં તે આ મુલાકાત માટે પાકિસ્તાનની સરકારનો આભાર માનતો નજરે પડ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય નાગરિક કુલભુષણ જાધવ પર કથિત રીતે પાકિસ્તાનમાં જાસૂસી કરવાનો આક્ષેપ લગાવી ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.