મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઈ: પોતાની આગવી શૈલીમાં બોલવા ટેવાયેલા બોલીવુડના ચરિત્ર અભિનેતા અનુપમ ખેરે તેમનાં દ્વારા મોદી તરફી ભાષણો અને પ્રચાર સભાઓમાં મોદી તરફી તેમનો જે ઝુકાવ રહ્યો તે જગ જાહેર છે જ....!

ગત વર્ષે પણ તેમને જ્યારે F T I I ના ચેરમેન બનાવવામાં આવ્યા તે પણ તેઓ મોદીના નિકટ હોવાની વાતને સમર્થન આપતું હતું. આ બધી ઘટનાઓ વચ્ચે હાલમાં જ તેમણે એક ઈન્ટરવ્યું આપ્યો હતો જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે, ‘તેઓ મોદીના ગુણગાન કરવા ઈચ્છે છે ત્યારે તેમને કહ્યું હતું કે, સાચું બોલે છે તેઓ બોલવા દો  તેમને. કોઈની બાલ્ટી થવું તેના કરતા તો મોદીનો ચમચો થવું વધુ સારું છે.’

તેમણે જણાવ્યું હતું કે, આપણા દેશમાં જે પણ પોતાની જાતિ અથવા ધર્મ વિશે બોલે છે તેને સાવધાન કરી દેવામાં આવે છે. તેમણે પોતાના કાંડે બાંધેલો દોરો બતાવીને કહ્યું હતું કે, ‘ આ મારી માએ બાંધ્યો છે.’ તેમાં કોઈ ધાર્મિક કારણ નથી. હું તાવીજ પણ પહેરું છું જે મને મુસલમાન પીરે આપ્યું છે. અને સાચા ભારતની આજ ઓળખ છે.