મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઈરાકના મોસુલમાં માર્યા ગયેલા 39 લોકોના પરિવારજનોએ ડીએનએ રિપોર્ટને જારી કરવાની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કાલે સાંજે એટલે કે મંગળવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંસદમાં એલાન કર્યું હતું કે સબૂત મળ્યા બાદ હું કહી શકું છું કે તમામ 39ના મોત થઈ ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેશના વિભિન્ન હિસ્સાઓથી 39 લોકો ઈરાકમાં ગાયબ થઈ ગયા હતા. એ તમામ લોકો ઈરાકના નિર્માણ ક્ષેત્રમાં કામ કરતા ભારતીય શ્રમીકો હતા. જેમના 2014માં ઈરાકના મોસુલ શહેરથી ઈસ્લામીક સ્ટેટના આતંકીઓએ અપહરણ કર્યા હતા. જે પછી તે લોકો વિશે કોઈ માહિતી ન્હોતી મળી. આટલા વર્ષો બાદ આ તમામના મૃતદેહ બાહુશની એક પહાડીમાંથી મળ્યા છે.

માર્યા ગયેલા લોકોના પરિવારજનોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ગત ચાર વર્ષોથી વિદેશ મંત્રી અમને કહી રહ્યા હતા કે તે જીવંત છે. અને હવે સરકાર કહે છે કે તેમના મોત થઈ ગયા છે. આ અંગે અમને સરકાર તરફથી કોઈ અધિકારિક સૂચના નથી અપાઈ. અમે તો કાલે જ વિદેશ મંત્રીનું સંસદમાં નિવેદન સાંભળ્યું છે. મૃતકોના પરિવારજનોએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પર આરોપ લગાવતા કહ્યું કે મરનાર અમારા પરિવારના સદસ્યો હતા. પણ મંત્રીજીએ એક વાર પણ અમારી સાથે વાત કરવાનું જરૂરી નહીં લાગ્યું અને ફક્ત મીડિયા સાથે જ વાચ કરવામાં વ્યસ્ત છે. પરિજનોનો આરોપ છે કે તે તો કહેતા હતા કે ગાયબ થયેલા તમામ લોકો તેમના સંતાન જેવા છે.

હવે તેમની સંવેદના ક્યાં ગઈ. મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે જ્યારે સુષ્માજીને તે લોકોના મોતની ખબર પડી હતી તો તેમણે અમારા લોકો સાથે સંપર્ક કરવો જોઈતો હતો. ત્યાં એક તરફ મૃતકની પત્નીએ કહ્યું કે તેમના પતિ સાત વર્ષ પહેલા ઈરાક ગયા હતા. અને તેમની અમારી સાથે વર્ષ 2015 સુધી વાત થતી રહી હતી. સરકારના લોકો બે ત્રણ મહિના પહેલા જ અમારા ડીએનએ સેમ્પલ લઈને ગયા હતા.

ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજએ કહ્યું હતું કે, ડીએનએ તપાસમાં આ વાત સાબિત થઈ ગઈ છે કે બાદુશમાં જે મૃતદેહ મળ્યા છે તે ભારતીયોના છે કે નહીં. સુષ્મા સ્વરાજએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે એક વ્યક્તિનું ફક્ત 70 ટકા મળી શક્યું છે કારણ કે મા-બાપના મોત થઈ ચુક્યા છે અને ડીએનએ સબંધીઓના લાવવા પડ્યા છે.