મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા ત્રણ આઈપીએસ અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યા છે. આ અધિકારીઓના પ્રમોશન ડ્યૂ હતા જેને પગલે હવે તેમને આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP)માંથી હવે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) રેન્ક આપવામાં આવ્યો છે. આ ત્રણ પ્રમોશન મેળવનાર અધિકારીઓમાં આઈપીએસ વિનોદ મલ, કેશવ કુમાર અને સંજય શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે.

હાલમાં ગુજરાત સરકાર દ્વારા ત્રણ આઈપીએસ અધિકારીઓને બઢતીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જોકે હજુ વધુ આઈપીએસ અધિકારીઓને તેમના જ ડિપાર્ટમેન્ટમાં પ્રમોશન કમિટી ક્લિયર થાય પછી પ્રમોશન અપાશે તેવી વિગતો સામે આવી રહી છે. આ ઉપરાંત હાલના ડીજીપી શિવાનંદ ઝાનો કાર્યકાળ સમાપ્ત થયા પછી તેમને એક્સ્ટેન્શન આપવું કે તેમના સ્થાને અન્ય અધિકારીને મુકવા તેનો નિર્ણય પણ સમય જતાં કરવામાં આવશે.