મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી:  સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માએ તેમની બદલી કરાયેલા સ્થળે હાજર થવાનો ઇન્કાર કર્યા બાદ રાજીનામું આપી દીધું છે. કેન્દ્ર સરકાર દ્ધ્રારા સુપ્રીમ કોર્ટે ફરી સીબીઆઈ ડાયરેક્ટર પદે નિયુકત કરેલા આલોક વર્માને હટાવી ફાયર સર્વિસીસમાં બદલી કરવામાં આવી હતી. જેમાં આલોક વર્માએ તેમના પર લગાવેલા આરોપોને અપ્રમાણિક અને ખોટા ગણાવી પોતાનું રાજીનામું સરકારને મોકલી આપ્યું છે.

સીબીઆઈના ૨૭માં ડાયરેક્ટર બનેલા આલોક વર્મા ૧૯૭૯ બેચના આઈપીએસ અધિકારી છે. ૧ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ સીબીઆઈના ડાયરેક્ટર તરીકે જોડાયેલા આલોક વર્મા આગામી ૩૧ જાન્યુઆરીએ નિવૃત થઇ રહ્યા હતા. તેમના વિવાદાસ્પદ રહેલા કાર્યકાળમાં ભ્રષ્ટાચારના આરોપોના કારણે બે વર્ષના નિશ્ચિત સમય પહેલા જ આલોક વર્માને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

આલોક વર્મા અને સીબીઆઈના સ્પેશીયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ એકબીજા પર ભ્રષ્ટાચારનાં આરોપો લગાવ્યા છે. જેમાં રાકેશ અસ્થાના સામે એફઆઈઆર નોધાતા આ બંને ઉચ્ચ પોલીસ અધિકારીઓને રાજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. તેની સામે વર્મા સુપરીમ કોર્ટમાં જતા સુપ્રીમ કોર્ટે તેમને ફરી સીબીઆઈ ડાયરેક્ટર તરીકે નીમ્યા હતા. આ નિર્ણય સામે વડાપ્રધાન નરેન્દ મોદીની આગેવાની હેઠળની પેનલે આલોક વર્માને સીબીઆઈ ડાયરેક્ટર પદેથી હટાવી દીધા હતા. જેમાં કેન્દ્ર સરકારે આલોક વર્માની બદલી ફાયર સર્વિસીસના ડાયરેક્ટર તરીકે કરતા વર્માએ પહેલાં આ હોદ્દાનો ચાર્જ લેવાનો ઇન્કાર કર્યા બાદ રાજીનામું આપી દીધું છે.