મેરાન્યૂઝ નેટવર્ક, બેંગાલુરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માટે આજથી શરુ થયેલ હરાજીમાં ગુજરાતના વડોદરાના ખેલાડી કૃણાલ પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સે 8 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. તો આજે સૌથી વધુ કિંમતમાં બ્રેજામિન સ્ટોસને રાજસ્થાન રોયલ્સની ટીમે 12 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો. આઇપીએલ માટે આજની હરાજી પૂર્ણ થઇ છે અને આવતીકાલે રવિવારે હરાજી થશે.  

આજે પ્રથમ દિવસે સૌથી વધુ પૈસામાં ખરીદાયેલ ખેલાડીઓ વિશે વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સે 12 કરોડ 50 લાખ રૂપિયામાં ઓલ રાઉન્ડર બેન્જામિન સ્ટોક્સ, સનરાઇઝર્સ હૈદરાબાદે બેટ્સમેન મનિષ પાંડેયને 11 કરોડ રૂપિયા, કિંગ્સ ઇલેવન પંજાબે બેટ્સમેન કે.એલ. રાહુલને 11 કરોડ રૂપિયા, કોલકાતા નાઇટ રાઇડર્સે બેટ્સમેન ક્રિસ લાયનને 9 કરોડ 60 લાખ, કોલકાતા નાઇટ રાઇડર્સે બોલર મિશેલ સ્ટાર્કને 9 કરોડ 40 લાખ રૂપિયા, દિલ્હી ડેરડેવિલ્સે ઓલ રાઉન્ડર ગ્લેન મેક્સવેલને 9 કરોડ રૂપિયા, સનરાઇઝર્સ હૈદરાબાદે બોલર રસિદ ખાન અરમાનને 9 કરોડ રૂપિયા, મુંબઇ ઇન્ડિયન્સે ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને 8 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યા હતાં.

જ્યારે બીજી તરફ આજે મુરલી વિજય, હાસિમ અમલા, પાર્થિવ પટેલ, લસિથ મલિંગા, નમન ઓઝા, ઇશાંત શર્મા, જેમ્સ ફોલ્કનર, જોન હેજલવુડ, મિસેજ જોનસન, ટીમ સાઉથી, માર્ટિન ગુપ્ટિલ સહિતના 31 ખેલાડીઓને કોઇએ પણ ખરીદ્યા ન હતા. આવતીકાલે રવિવારે અન્ય ખેલાડીઓ માટે હરાજી યોજાશે. જ્યાર બાદ આગામી આઇપીએલમાં કોણ કોની ટીમમાં રહે છે અને કોને કોઈ લેવાલ નથી મળતા તે સ્પષ્ટ થઇ જશે.