મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા કેસમાં પડકાયેલા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને પટિયાલા હાઉસ કોર્ટે ગુરુવારે 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલ્યો છે. સીબીઆઈએ કાર્તિએ બીજી વખત કોર્ટમાં રજુ કરી 14 દિવસના રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ માગણી કરી હતી. જોકે બાદમાં કોર્ટે કાર્તિના સીએની જામીન પરનો ફેંસલો સુક્ષિત રાઝ્યો છે તેને 7 માર્ચ સુધી જેલમા્ં રાખવામાં આવ્યો છે.

તપાસ એજન્સીએ કહ્યું હતું કે, બુધવારે આપવામાં આવેલી એક દિવસની કસ્ટડી મેડિકલ તપાસને કારણે બેકાર ગઈ છે. કાર્તિ સવારે રુટીન ચેકઅપ સમયે સ્વાસ્થ્યને લઈને કોઈ ફરિયાદ કરી ન હતી. કોર્ટેમાં કાર્તિના માતા નલિની ચિદમ્બરમ અને પિતા પી. ચિદમ્બરમ પણ હાજર રહ્યા હતા. સુનાવણી દરમયાન કાર્તિના સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)એ કહ્યું કે, હજુ સુધી કોઈ નાણાંની લેવડદેવડનો ખ્યાલ જ નથી આવ્યો. શંકામાં માત્ર રૂ. 10 લાખની જ રકમ છે. સાથે જ એવા આરોપ લાગી રહ્યા છે કે, મેં કોઈ સમન્સનો જવાબ નથી આપ્યો તે ખોટી વાત છે. સીબીઆઈ ગુરુવાર સવારથી જ કાર્તિ ચિદમ્બરની પુછપરછ કરી હતી અને મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.

સીબીઆઈએ સુનાવણી દરમ્યાન કાર્તિ અને તેમના સીએ ભાસ્કરનને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. સીબીઆઈએ કહ્યું, કે તમામ પુરાવા તે લોકોની વિરુદ્ધમાં છે અને નાણાંની લેવડદેવડના કેટલાક મજબૂત પુરાવાઓ તેમના વિરુદ્ધના છે અને તે અમારી પાસે છે. ત્યારે જો જામીન અપાશે તો કેસ પર અસર થશે.