મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસે આજે સલીલ એસ. પારેખને કંપનીના નવા સીઈઓ અને મેનેજીંગ ડાયરેક્ટર તરીકે નિમવાની જાહેરાત કરી છે. પારેખ 2 જાન્યુઆરીથી પોતાનો કાર્યભાર સંભાળશે.

સલીલ એસ. પારેખ અત્યારે ફ્રાંસની આઇટી સર્વિસ કંપની કેપજેમિનાઇના ગૃપ એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય છે. તેમણે કોર્નલ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ અને મિકેનિકલ એન્જીનિયરિંગમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. તેમણે આઇઆઇટી મુંબઇઅથી એરોનોટિકલ એન્જીનિયરિંગમાં બીટેક કર્યું છે.

નંદન નિલેકણી ઇન્ફોસિસનાં નોન-એક્સિક્યુટિવ ચેરમન પદે યથાવત રહેશે. કંપનીના વચગાળાના સીઈઓ પ્રવીણ રાવને ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) બનાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં વિશાલ સિક્કાએ એન.આર. નારાયણમૂર્તિ સહિત કેટલાક સહસંથાપક સભ્યો સાથે મતભેદ બાદ એમડી અને સીઇઓ પદેથી રાજીનામુ આપી દીધુ હતું.