મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ભાસ્કર જૂથના ગૃપના એડિટર કલ્પેશ યાગ્નિકને ગુરુવાર રાત્રે 10 વાગ્યા આસપાસ મધ્ય પ્રદેશના ઇન્દોર સ્થિત ઓફિસમાં હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. તેમને નજીકની બોમ્બે હોસ્પિટલમાં સારવાર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમને ફરી એક વખત હ્રદય રોગનો હુમલો આવ્યો હતો અને રાત્રે લગભગ 2 વાગ્યે ડોક્ટરોર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમની અંતિમ યાત્રા આજે શુક્રવારે સવારે 11 વાગ્યે ઇન્દોરમાં સાકેત નગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી તિલક નગર મુક્તિધામ જશે. તેઓ કેટલા ઉચ્ચકક્ષાના પત્રકાર હતા તે માટે શ્રદ્ધાંજલિ રૂપે તેમના બે વીડિયો અહીં પ્રસ્તુત છે. જેમાં એકમાં તેઓ પત્રકારત્વ અંગેના પોતાના વિચારો પ્રસ્તુત કરી રહ્યા છે. જ્યારે બીજા વીડિયોમાં ઇન્દોર આઇઆઇએમમાં સંબોધન કરી રહ્યા છે.  

પ્રથમ વીડિયો

 

21 જૂન, 1963ના રોજ જન્મેલા કલ્પેશ યાગ્નિક 1998થી ભાસ્કર જૂથ સાથે સંકળાયા હતા. 55 વર્ષીય કલ્પેશ યાગ્નિક પ્રખર વક્તા અને દેશના પ્રસિદ્ધ પત્રકાર હતા. તેઓ ધારદાર લેખન માટે જાણીતા હતા. દેશ અને સમાજમાં ચાલી રહેલા સંવેદનશીલ મુદ્દા પર ચોટદાર અને નિષ્પક્ષ લખતા હતા. પ્રતિ શનિવારે ભાસ્કર જૂથના અંકમાં પ્રકાશિત થતી તેમની કોલમ 'અસંભવની વિરુદ્ધ' દેશભરમાં ચર્ચિત હતી.

બીજો વીડિયો