મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: દેશમાંથી અબજોપતિ અને માલેતુજારો ભારતની નાગરિકાતા છોડી અને વિદેશનું નાગરિત્વ અપનાવી રહ્યાં છે. વર્ષ 2014થી લઇને અત્યાર સુધીમાં લગભગ 23 હજાર ભારતીય અબજોપતિઓએ ભારતની નાગરિત્વ છોડી દીધુ છે. આ ચોંકાવનારા આંકડા ઇન્વેસ્ટમેન્ટ અને ફાયનાન્સિયલ સર્વિસ ફર્મ મોર્ગન સ્ટેનલીએ રજૂ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે સમગ્ર સમયગાળો કેન્દ્રમાં મોદી સરકાર બન્યા તે દરમિયાનનો છે.

મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ અનુસાર વર્ષ 2014થી અત્યાર સુધીમાં 23 હજાર ભારતીય માલેતુજારોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે અને તેમાં પણ વર્ષ 2017માં 7 હજાર અબજોપતિઓએ ભારતનું નાગરિત્વ છોડ્યું છે. આ ખતરનાક ટ્રેન્ડને જોતા કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) એ ગત માર્ચ મહિનામાં પાંચ સભ્યોની એક કમિટિ બનાવી જેના તે બાબતનો રિપોર્ટ તૈયાર કરશે કે આટલા બધા અબજોપતિઓએ ભારતની નાગરિકતા છોડી દેતા દેશના અર્થતંત્ર પર શું અને કેટલી અસર પડી શકે છે.

સીબીડીટીએ કહ્યું છે કે તાજેતરમાં તબક્કામાં એક અલગ ટ્રેન્ડ જોવા મળ્યો છે. ધનવાન ભારતીય હવે પલાયન કરીને બીજા દેશનું નાગરિત્વ લઇ રહ્યાં છે. આ બાબત ખૂબ જ મોટુ જોખમ છે કારણ કે ટેક્સ સંબંધિત કાર્યો માટે તેઓ પોતાને બિનનિવાસી ભારતીય તરીકે રજૂ કરી શકે છે પછી ભલેને તેમને ભારત સાથે વ્યક્તિગત અને આર્થિક સંબંધ ગમે તેટલા મજબૂત હોય. તાજેતરમાં જ ભારતનું નાગરિત્વ છોડનારા લોકોની યાદીમાં વધુ એક મોટુ નામ જોડાયુ છે અને તે છે રિયલ એસ્ટેટ ટાયકૂન અને હીરાનંદાણી ગૃપના ડાયરેક્ટર સુરેન્દ્ર હીરાનંદાણી. તેમણે ભારતનું નાગરિત્વ છોડીને સાયપ્રસનું નાગરિત્વ લીધુ છે. જો કે તેમનો પુત્ર હર્ષ હજુ પણ ભારતમાં છે અને તેમનો બિઝનેશ સંભાળી રહ્યો છે. સુરેશ હિરાનંદાણીના જણાવ્યા અનુસાર તેઓ ભારતમાં કંન્સ્ટ્રક્શન બિઝનેશની સ્થિતિને લઇને નારાજ છે કારણ કે તેમનો પ્રોફિટ માર્જિન 10 ટકાથી વધુ નથી જ્યારે ડેવલપર્સને 12 ટકા વાર્ષિક વ્યાજે પૈસા લેવા પડે છે.