મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: ડોલરની સરખામણી રૂપિયામાં થઇ રહેલો ઘટાડો સતત જારી છે. આજે સોમવારે રૂપિયો ડોલરની સરખામણીએ અત્યાર સુધીના સૌથી નીચા સ્તર 74.06 પર બંધ થયો. વિદેશી રોકાણકારોની સતત એક્ઝિટ વચ્ચે સોમવારે ડોલરની સરખામણીએ રૂપિયો 14 પૈસા ઘટી 73.90 પર ખુલ્યો હતો.

જાણકારો અનુસાર પોતાનું અર્થતંત્ર સંભાળવા માટે ચીનની કેન્દ્રિય બેંક દ્વારા તેમની સ્થાનિક નીતિઓ સરળ બનાવવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર મબજૂત થયો છે. જેથી પણ રૂપિયા પર અસર પડી રહી છે. ચીનની કેન્દ્રિય બેંકે રવિવારે 15 ઓક્ટબરથી આરક્ષિત આવશ્યક રેશિયો (RRR) માં એક ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જેથી બેંકિંગ સિસ્ટમમાં 109.2 અબજ ડોલરની વધારાની રકમ આવશે. ફોરેક્સ ડીલર્સનું કહેવુ છે કે દુનિયાના મોટા દેશોના નાણાની સરખામણીએ ડોલરની મજબૂતીની અસર રૂપિયા પર પણ પડી છે. દરમિયાન ભારતના શેર બજારમાં પણ મંદીની સ્થિતિ અટકવાનું નામ નથી લઇ રહી. સોમવારે સેન્સેક્સ 97. 39 વધીને 34474.38 અને નિફ્ટી 31.60 પોઇન્ટ વધીને 10,346.05 પર બંધ થયો હતો.