મેરાન્યૂઝ નેટવર્ક.વોશિંગટનઃ ભારતિય મૂળના વ્યક્તિ પર વધુ એક હમલાનો મામલો સામે આવ્યો છે. અમેરિકાના ઓહિયોમાં ભારતિય મૂળના એક નાગરિક પર બે હથિયારધારી લુંટારાઓએ હુમલો કરી દીધો છે. આ હુમલામાં 53 વર્ષિય કરુણાકર કરેંગલનું મોત થયું છે.

મળતી માહિતીઓ અનુસાર કુરણાકર ગત સોમવારે કૈમલોટ ડ્રાઈવ સ્થિત જિફ્ફી માર્ટમાં રાત્રે 10 વાગે પોતાના કામમાં વ્યસ્ત હતા. તે સમયે અચાનક 2 હથિયારધારી લુંટારા આવી ગયા અને કરુણાકર પર ફાયરિંગ કરી દીધું. ગોળી વાગવાથી કરુણાકર ઘાયલ થયા હતા. પોલીસે કહ્યું કે કરુણાકરને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં શુક્રવારે સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે.

જેવી જ આ ઘટનાની જાણકારી પોલીસને મળી તેઓ તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યા. કરુણાકરને ફેયરફીલ્ડના સભ્યોએ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં આ મામલામાં અમેરિકા પોલીસ અધિકારીનું કહેવું છે કે હુમલાખોરોને શોધવામાં આવી રહ્યા છે અને ખુબ જલદી તેઓ પકડાઈ જશે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી આ મામલામાં કોઈની ધરપકડ થઈ નથી. પોલીસના કહ્યા મુજબ હુમલાખોરોની વધુ જાણકારી મળી રહી નથી.