મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી ધોની, વિરાટ કોહલી બાદ હવે ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડર અને ગુજરાતના સ્ટાર ખેલાડી અક્ષર પટેલનો કાર પ્રેમ જોવા મળ્યો છે. અક્ષર પટેલે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની સિરીઝ બાદ એક લેંડરોવર કાર ખરીદી છે. અક્ષરે પોતાની નવી કારની તસવીર સોશિયલ મિડિયામાં શેર કરી હતી. જેમાં અક્ષર પટેલ પોતાની નવી બ્લેક લેંડરોવર ડિસ્કવરી કાર સાથે જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અક્ષર પટેલે પાસે આ પહેલા હ્યુનડાઇની વર્ના કાર હતી. ત્યારબાદ આ તેની બીજી કાર છે. અક્ષર પટેલે જે લેંડરોવર કાર ખરીદી છે. તેની કિંમત 40 લાખથી 54 લાખની રેન્જમાં છે. જેમાંથી અક્ષર પટેલે ખરીદેલી કારની કિંમત 45 લાખ રૂપિયા છે. આ કાર 5 પ્રકારના વેરિએન્ટ અને પેટ્રોલ-ડિઝલ એન્જિનનાં વિકલ્પ સાથે મળે છે. અક્ષરની નવી કાર ડિસ્કવરીની થર્ડ જનરેશનનું મોડલ છે.