મેરાન્યૂઝ નેટવર્ક, ઇન્દોર: ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે મધ્ય પ્રદેશના ઇન્દોર સ્થિત હોલકર સ્ટેડિયમમાં રમાઇ રહેલ ટી-20 મેચમાં આજે 20 ઓવરમાં 5 વિકેટના નુકશાને 260 રન બનાવી એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તો સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડી રોહિત શર્માએ 35 બોલમાં સદી ફટકારી હતી. રોહિત શર્માએ 43 બોલમાં 12 ચોક્કા અને 10 છગ્ગાની મદદથી 118 રન બનાવ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયન ટીમના નામે છે જેને 6 ડિસેમ્બર 2016ના રોજ શ્રીલંકા સામે પલ્લેકલમાં 20 ઓવરમાં 3 વિકેટના નુકશાને 263 રન બનાવ્યા હતાં.