મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: આજે વાઈઝેગ (વિશાખાપટનમ) માં રમાયેલી ત્રીજી વન-ડે માં શાનદાર જીત મેળવી શ્રેણી પોતાના નામે કરી લીધી. શ્રીલંકાને ૮ વિકેટે હરાવીને ભારતે શ્રેણી પર કબજો મેળવ્યો હતો. શ્રીલંકા તરફથી થારંગાએ ૯૫ રન કર્યા હતા. પહેલી બેટિંગ કરતા શ્રીલંકાએ ૪૪.૫ ઓવર્સમાં ૨૧૫ રન બનાવ્યા હતા. જ્યારે ભારતે આ લક્ષ્યાંક માત્ર ૩૨.૧ ઓવેરમાં બે વિકેટના નુકસાને ૨૧૯ રન બનાવીને વિજયપતાકા લહેરાવી હતી. ભારતના શિખર ધવને ૧૦૦ રન સાથે તથા કાર્તિક ૨૬ રન સાથે અણનમ રહ્યા હતા.