મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ માલદીવમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર ચીને ભારતને આ મામલે હસ્તક્ષેપ ન કરવાનું કહ્યું છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા એક અહેવાલમાં આ વાત કહેવાઈ છે. માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને ઈમર્જન્સીની જાહેરાત કરતા સુપ્રીમ કોર્ટના જજના સાથે વિપક્ષી નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ મામૂન અબ્દુલ ગય્યૂમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.

જે પછી ગય્યૂમને આ મામલામાં ભારતને હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયએ નિવેદન જારી કરી માલદીવમાં ઈમર્જન્સીને પરેશાન કરનાર બતાવી સુપ્રીમ કોર્ટના જજોની ધરપકડના આદેશને ચિંતાજનક દર્શાવ્યા છે. ચીન ભારતની આ પ્રતિક્રિયાથી ખુશ નથી. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં કહેવાયું છે કે, રાજનૈતિક સંકટ કોઈ પણ દેશનો આંતરિક મામલો છે. અને નવી દિલ્હીનું આ મામલામાં હસ્તક્ષેપ કરવું યોગ્ય નથી. માલદીવ ખુબજ ઉંડાણ પૂર્વક ભારતના દબાણ હેઠળ છે.

આ ઉપરાંત પોતાના અહેવાલમાં ગ્લોબલ ટાઈમ્સે એવું પણ કહ્યું છે કે, ભારત દક્ષિણ એશિયાઈ દેશો પર નિયંત્રણ ઈચ્છે છે. નવી દિલ્હી નાના દક્ષિણ એશિયાઈ દેશો દ્વારા સ્વતંત્રતા, સ્વરાજ અને ખાસ કરીને બળવાન દેશો સાથે સબંધો માટે કરાયેલા પ્રયાસ પ્રતિ ઘણું સંવેદનશીલ છે. ત્યાં દક્ષિણ એશિયાઈ દેશો વચ્ચે સંપ્રભુતાની ભાવના વધી રહી છે. તમામ નાના દક્ષિણી એશિયાઈ દેશ ભારતના લાભ ઉઠાવવાથી પોતાને બહાર કાઢવા માગે છે. ભારતે પશ્ચિમી રાજનૈતિક પ્રણાલીને અપનાવી છે.

ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે, જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ યામીને ચીન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઈન કર્યા અને બેલ્ડ એન્ડ રોડ ઈનીશિએટિવ (બીઆરઆઈ)માં ચીનનો સાથ આપ્યો તો ભારતે તેના પર સવાલ ઉઠાવ્યો હતો.