મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: આવકવેરા વિભાગે બુધવારે સવારે દિલ્હીની કેજરીવાલ સરકારમાં મંત્રી કૈલાશ ગહલોતના જુદાજુદા 16 સ્થળો પર સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા દરોડાની કાર્યવાહીને બદલાની ભાવનાથી કરાઇ હોવાનો આક્ષેપ કર્યો છે. દરોડા દરમિયાન AAP નાં ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરી કહેવામાં આવ્યુ કે “અમે જનતાને સસ્તી વીજળી, મફત પાણી, સારુ શિક્ષન અને સ્વાસ્થ્ય સેવાઓ આપી રહ્યા છીએ. સરકારી સેવાઓ ઘર-ઘર સુધી પહોંચી રહી છે અને તેઓ CBI, ED દ્વારા અમારા મંત્રીઓ અને નેતાઓના ઘરે દરોડા પડાવી રહ્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવલે ટ્વિટ કર્યું કે નીરવ મોદી, માલ્યા સાથે મિત્રતા અને અમારા પર દરોડા? મોદીજી તમે મારા પર, સત્યેન્દ્ર પર અને મનીષ પર પણ રેડ કરાવી હતી? તેનું શું થયુ? કંઇ મળ્યુ? કંઇ ના મળ્યું? તો આગામી રેડ કરતા પહેલા દિલ્હીવાળાઓની તેમની ચૂંટેલી સરકારને સતત પરેશાન કરવા બદલ માફી તો માંગી લો?

આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે જનતા બધુ જોઇ રહી છે અને 2019માં બધો હિસાબ એક સાથે કરશે. આવક વેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર કૈલાશ ગહલોતના ગુરુગ્રામ સ્થિત 16 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરાઇ છે. બ્રિસ્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપર્સ લિમિટેડ અને કોર્પોરેટ ઇ ન્રનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિઝ લિમિટેડમાં હાલ સર્ચ જારી છે.