મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારએ નાણાંકીય વર્ષ 2018-19 માટે વેરા ભરનારાઓની કેટલીક શ્રેણીઓ માટે ઓડિટ રિપોર્ટ અને આવક રિટર્ન ભરવાની અંતિમ તિથિ 15 ઓક્ટોબર 2018 સુધી વધારી દીધી છે. કેન્દ્રીય ટેક્સ બોર્ડએ સોમવારે જાહેર નિવેદનમાં કહ્યું કે તેની અંતિમ તિથિ 30 સપ્ટેમ્બર હતી જે 15 દિવસ વધારી દિધી છે.

બોર્ડે તે સ્પષ્ટ કર્યું છે કે ઈન્કમ ટેક્સ કલમ 234એ (વ્યાખ્યા1) માટે અંતિમ તિથિમાં કોઈ વધારો કરાયો નથી. તે અંતર્ગત રિટર્ન ભરવાથી રહી ગયેલા લોકોને વ્યાજ આપવું પડે છે. સરકાર તરફથી તારીખ વધારવાને કારણે તે લોકોને ઘણો લાભ થશે જેમણે આવક રિટર્ન નથી ભર્યું.