મેરાન્યૂઝ નેટવર્ક.લખનઉઃ ઉત્તરપ્રદેશના બસ્તીમાં જ્યારે સવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મીલના ઉદ્ઘાટન સમારોહ માટે ગોરખપુરથી 70 કિલોમીટર દુર સ્થિત બસ્તી જિલ્લામાં આવ્યા હતા. યોગીનો પ્રવાસ 29 માર્ચે મુણડેરવા મીલના શિલાન્યાસનો હતો.

આ ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રીના આગમનથી પહેલા ત્યાં તંત્રએ સ્વાગત માટે ઘણી તૈયારીઓ કરી હતી જેમાં રોડ બનાવવાનો અને સમારકામની કામગીરી પણ સામેલ હતી.

જોકે તેવું એટલે કરાયું હતું કે મુખ્યમંત્રી કે બીજા અન્ય મોટા નેતાઓને તેમની આંખોથી બધુ ખુબ સારુ ચાલી રહ્યું છે તેવું જ લાગે. તેવું જ કાંઈક વિચારીને યુપીના આ શહેરના સ્થાનીક ઓફિસર્સે યોગીના પહોંચતા પહેલા જ 4 લાખના ખર્ચે 300 મીટર લાંબો રસ્તો બનાવાયો હતો.

આ રસ્તાને ઈટ, માટી અને સિમેન્ટથી બનાવવામાં આવ્યો હતો, પણ સૌથી મજાનીવાત એ છે કે 29 માર્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રવાસ ખેડ્યો અને બીજા જ દિવસે એટલે કે 30 માર્ચે સવાર થતાં જ પુરો રસ્તો જ ચોરી થઈ ચુક્યો હતો. સવાર સુધી 300 મીટર લાંબો રસ્તો ચોરી થઈ ગયો હતો.

સ્થાનીક લોકોનું કહેવું છે કે ઠેકેદારે રસ્તો ચોરી કરી લીધો છે. લોકોનો આરોપ છે કે રસ્તામાં જે ઈંટો લગાવાઈ હતી તેને ઠેકેદારે કાઢી લીધી છે. જોકે આ ઘટનાના બહાર આવતા જ તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે અને તે જલ્દીથી જલ્દી પ્રકરણની તપાસ કરી સત્ય સામે લાવવાના પ્રયત્નમાં લાગી ગયું છે પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.