હિતેશ ચાવડા (મેરાન્યૂઝ, ગાંધીનગર):  અમદાવાદ રેલવે ડિવિઝનમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા મુસાફરો ટિકિટ લીધા વિના મુસાફરી કરતા ઝડપાયા અને કેટલો દંડ વસૂલાયો તેવી RTI મેરાન્યૂઝના સંવાદદાતા હિતેશ ચાવડા દ્વારા અમદાવાદ રેલવે ડિવિઝનમાં કરવામાં કરવામાં આવી હતી. જેમાં માહિતી મળી કે પાંચ વર્ષમાં માત્ર દંડ રૂપે ૫૧ કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે અને ૧૧ લાખ જેટલા લોકો વગર ટિકિટે ઝડપાયા છે.

આરટીઆઇમાં ત્રણ મુદ્દા હેઠળ માહિતી માંગવામાં આવી હતી જેમાં, નંબર- ૧:  માર્ચ -2013 થી માર્ચ -2018 વચ્ચેના સમયગાળામાં યોગ્ય પાસ કે ટિકિટ વિના મુસાફરી કરનારા લોકો પાસેથી એકત્ર કરાયેલ કુલ દંડની રકમ,  નંબર- ૨: માર્ચ -2013 થી માર્ચ-2018 ની ના સમયગાળામાં યોગ્ય પાસ કે ટિકિટ વિના મુસાફરી કરનારની કુલ સંખ્યા  અને  નંબર- ૩: માર્ચ -2013 થી માર્ચ-2018 વચ્ચેના સમયગાળામાં યોગ્ય પાસ કે ટિકિટ વિના મુસાફરી કરનારા  દંડ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા લોકોમાંથી જેલમાં મોકલવામાં આવેલા લોકો વિષે માહિતી માંગવામાં આવી હતી.

આ મુદ્દે  માહિતી આપનાર પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડીવીઝનના સહાયક જાહેર માહિતી અધિકારી દ્વારા 10 ઓક્ટોબર 2018નાં રોજ માહિતી આપવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૩-૧૪થી વર્ષ ૨૦૧૭-૧૮ સુધી, ૫ વર્ષમાં રેલ્વે દ્વારા અધિકૃત ટિકિટ કે પાસ વગર મુસાફરી કરનાર લોકો પાસેથી વસુલ કરેલ નાણાની કુલ વસુલાત રૂપિયા ૫૧, ૬૬, ૯૫,૬૧૨ થઇ છે.

બીજા મુદ્દામાં માંગેલ માહિતીમાં જાણવા મળ્યું કે વર્ષ ૨૦૧૩-૧૪થી વર્ષ ૨૦૧૭-૧૮ સુધી, ૫ વર્ષમાં  ૧૧,૦૧, ૮૪૮ લોકો અધિકૃત ટિકિટ કે પાસ વગર મુસાફરી કરતા ઝડપાયા છે. ત્રીજા મુદ્દામાં માંગેલ માહિતીમાં એક આંકડો આવ્યો જેમાં બહાર આવ્યું કે ૧૧,૦૧, ૮૪૮ લોકો અધિકૃત ટિકિટ કે પાસ વગર મુસાફરી કરતા ઝડપાયા છતાં એક પણ વ્યક્તિને જેલની સજા થઇ નથી. જો કે માહિતીમાં સજા ન થવાના કારણો કે નિયમો વિષે માહિતી આપવામાં આવ્યા નથી.

લોકો પાસે વસુલ કરેલ નાણાની કુલ વસુલાત

વર્ષ સંખ્યા
૨૦૧૩-૧૪ ૮,૯૨,૮૩,૩૮૩
૨૦૧૪-૧૫ ૯,૯૦,૨૮,૨૯૯
૨૦૧૫-૧૬ ૧૦,૩૦,૦૩,૦૪૪
૨૦૧૬-૧૭ ૧૦,૫૩,૫૯,૧૭૭
૨૦૧૭-૧૮ ૧૨,૦૦,૨૧,૭૦૩

યોગ્ય પાસ કે ટિકિટ વિના મુસાફરી કરનારા લોકોની સંખ્યા

વર્ષ સંખ્યા
૨૦૧૩-૧૪   ૧,૮૬,૦૧૨
૨૦૧૪-૧૫ ૨,૦૮,૩૯૧
૨૦૧૫-૧૬ ૨,૨૫,૦૭૭
૨૦૧૬-૧૭ ૨,૨૩,૨૩૭
૨૦૧૭-૧૮ ૧૧,૦૧,૮૪૮


ટિકિટ કે પાસ વગર મુસાફરી કરતા ઝડપાયા લોકોને જેલની સજા થઇ નથી 

 

 

વર્ષ  સંખ્યા
૨૦૧૩-૧૪ NIL  
૨૦૧૪-૧૫ NIL  
૨૦૧૫-૧૬ NIL  
૨૦૧૬-૧૭ NIL  
૨૦૧૭-૧૮ NIL